________________
૧૬૨
સૂત્રસંવેદના-૨
જે માંગવાનું છે, તે પણ ઉત્તમ ગુણસંપત્તિનું કારણ બને તેવી શ્રેષ્ઠ ચીજો છે જગતમાં આના કરતાં ઉત્તમ અન્ય કોઈ વસ્તુ નથી. આટલું ખ્યાલમાં રહે તો આ સૂત્ર બોલતાં હૃદયમાં અલૌકિક ભાવો પ્રગટ્યા વિના રહે નહિ.
જયવીયરાય સૂત્ર એટલે પરમાત્મા સાથે જાણે અંતરની વાતો કરીને, આંતરિક પ્રીતિ અને મનોરથોને શબ્દદેહ આપવાનું સૂત્ર. આ સૂત્રના પહેલાં બે પદો દ્વારા સાધક પરમાત્માને પોતાના હૃદય મંદિરમાં સ્થાપન કરે છે. ત્યારપછી પોતાની નજીકમાં જ રહેલા પરમાત્માને સંબોધન કરીને કહે છે કે, “હે નાથ મારું સામર્થ્ય નથી કે, મોક્ષની સાધના માટે જરૂરી ભવનિર્વેદ આદિ ગુણો હું આપબળે મેળવી શકું, તેથી આપના પ્રભાવે જ મને આ ગુણો પ્રાપ્ત થાઓ !”
નમોહન્દુ ' આદિ સૂત્રના માધ્યમે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ, ભક્તિભાવ, પૂજ્યભાવ અત્યંત વધી જાય છે. ત્યારે લાગે છે કે – “આ જગતમાં આનાથી વિશેષ સામર્થ્યવાળું બીજું કોઈ નથી. સર્વ ગુણના ધારક, સર્વ સુખના કારક આ પરમાત્મા જ છે. તેથી મારા વાસ્તવિક સુખનાં સાધનો પણ ત્યાંથી જ મળશે.” આવા બહુમાનથી આ સૂત્ર દ્વારા સાધક, પરમાત્માને પ્રાર્થના કરે છે કે - “હે ભગવાન ! મને આપના પ્રભાવથી -
૧. ભવનો નિર્વેદ સંસારથી કંટાળો ૫. ગુરુજનની પૂજા ૨. મોક્ષમાર્ગનું અનુસરણ ૬. પરોપકારનું કારણ ૩. ઈષ્ટફળની સિદ્ધિ
૭. સુગુરુનો યોગ ૪. લોકવિરુદ્ધનો ત્યાગ ૮. સુગુરુના વચનનું હંમેશ પાલન આ આઠ વસ્તુઓ મળો.”
આ આઠે માંગણીઓ મોક્ષાંગ છે – મોક્ષની પ્રાપ્તિ કરવા માટેના અંગો = સાધનો છે. તેને સૂચવતી આ સૂત્રની પહેલી બે ગાથાઓ ઉપર યાકિની મહત્તરાસુનુ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લલિતવિસ્તરા ગ્રંથમાં વિવરણ કરેલું છે. તે બે ગાથાઓ ગણધરકૃત છે અને બાકીની ગાથાઓ પૂર્વાચાર્યકૃત છે, જે તેઓને ઉચિત લાગતાં આ સૂત્રમાં ઉમેરાઈ છે. તેમાં પાંચ માંગણીઓ છે. તેથી કુલ-૧૩ ગુણોની પ્રાર્થના આમાં કરાઈ છે.