________________
જાવંત કે વિ સાહૂ સૂત્ર
૧૩૩
જ્યારે જ્ઞાની પુરુષો આ સંસાર અને સંસારનાં સુખો પ્રત્યે સદા ઉદાસીન રહે છે. તેઓ સમજે છે કે - મન, વચન અને કાયાને સ્વેચ્છાએ પ્રવર્તાવવાથી પાછું મારે જ દંડવું પડશે. તેથી તેઓ સ્વેચ્છાએ પ્રવર્તતાં મન, વચન, કાયાને અટકાવીને પરમ કલ્યાણકારી સુખનો સાચો રાહ બતાવનારા પરમાત્માના વચન અનુસાર મન, વચન, કાયાને પ્રવર્તાવે છે. પરમાત્માનાં વચનોને સમજવા શાસ્ત્રનો અભ્યાસ કરે છે. શાસ્ત્રની પૂરી જાણકારી પોતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગીતાર્થ ગુરુભગવંતોને આધીન થઈને જીવે છે. અર્થાતુ તેમની નિશ્રામાં વિચરે છે. કેમકે, તેઓ જાણે છે કે, ભગવાનના વચનથી વિરુદ્ધ લેશ પણ પ્રવૃત્તિ થશે તો ચોક્કસ કર્મબંધ થશે અને કર્મને ભોગવતાં પાછું દુઃખ ભોગવવું પડશે. આથી જ સંસારથી અત્યંત ભયભીત થયેલા મુનિ ભગવંતો
જ્યાં સુધી સ્વયં ગીતાર્થ ન બને ત્યાં સુધી શાસ્ત્રજ્ઞ પુરુષના શરણે રહે છે. તેમનાં વચન અનુસાર સમિતિ-ગુપ્તિમાં પ્રયત્ન કરે છે, શરીરના ધર્મો પણ અનાસક્ત ભાવે બજાવે છે. આવા મુનિ ભગવંતો ત્રણ દંડથી વિરામ પામેલા કહેવાય છે.
આ સૂત્ર બોલતાં; ત્રણ દંડથી વિરામ પામેલા, ભગવાનના વચન અનુસાર જીવન જીવનારા મુનિ ભગવંતને નજર સમક્ષ લાવી – ગુણવાન ગુરુભગવંતો પ્રત્યે પૂજ્ય ભાવ રાખી, આવા ગુરુભગવંતોને હું નમું છું; તેવાં વચનો ઉચ્ચારી અને કાયાને નમન યોગ્ય મુદ્રામાં સ્થિર કરી હું આ સાધુભગવંતોને નમસ્કાર કરું છું, તેવો ભાવ વ્યક્ત કરવાનો છે.
આ રીતે ભાવપૂર્વક મુનિને નમસ્કાર કરવાથી, મુનિ પ્રત્યે પૂજ્યભાવ વધુ ઉલ્લસિત થાય છે, જેના દ્વારા નમસ્કાર કરનારના સંયમ બાધક કર્મોનો વિનાશ થાય છે, સાધુપણા માટેનું સત્ત્વ ખીલે છે, અને તેથી મોક્ષમાર્ગ ગમન વધુ વેગીલું બને છે.
જિજ્ઞાસા ? અરિહંતની વંદનાસ્વરૂપ ચૈત્યવંદનમાં સાધુભગવંતોને વંદના માટેનું આ સૂત્ર બોલવું યોગ્ય છે ?
તૃપ્તિ : સાધકને અરિહંતની શ્રેષ્ઠ કોટિની વંદના કરવાની તીવ્ર ભાવના છે, પણ ઉત્તમ સામગ્રીથી કે સુંદર શબ્દોથી પરમાત્માની સ્તવના કરનાર સાધકનું એવું સત્ત્વ નથી કે, પોતે પરમાત્માની આજ્ઞાનું તેમના એકેક વચનનું