________________
૧૪૪
સૂત્રસંવેદના-૨
પાર્શ્વનાથ ભગવાનનો આ મંત્ર, ધરણેન્દ્ર અને પદ્માવતીથી અધિષ્ઠિત છે. આ ગાથામાં મંત્રનું માત્ર નામ આપ્યું છે. આખો મંત્ર આપ્યો નથી. આ આંખો મંત્ર “ હ છ ગઈ નમ પાસ વિસદર વસઇ નિ પુ િહ શ્રીં નમઃ ” સ્વરૂપ સત્તાવીશ અક્ષરનો બનેલો છે. આ સંપૂર્ણ મંત્ર તથા તેની વિધિ ખરેખર તો ગુરુપાસેથી જાણવાની હોય છે. કેમકે, ગુરુભગવંતો સામે રહેલા જીવની યોગ્યતાનું માપ કાઢી, તેની યોગ્યતા પ્રમાણે મંત્રના સેવનની વિધિ (આમ્નાય) આદિનું સૂચન કરી શકે છે. મંત્રોની શક્તિ મહાન હોય છે. યોગ્ય આત્માઓ વિધિવત્ તેની ઉપાસના કરે તો તેના તન-મન-ધનનું રક્ષણ તો થાય છે, પણ તે ઉપરાંત સમાધિ સહિત અનેક ઈચ્છિત સંપત્તિની પ્રાપ્તિ પણ થાય છે અને અયોગ્ય આત્માના હાથમાં મંત્રો જતાં ઘણીવાર સ્વ-પરને મહાન અનર્થનું કારણ પણ બને છે.
વિષહર-ફુલિંગ' નામના આ મંત્રને જે મનુષ્ય કંઠમાં સદા ધારણ કરે છે, એટલે આ મંત્રને જેઓ કંઠસ્થ કરીને દિવસ-રાત તેનો જાપ કરે છે, તેનું સ્મરણ કરે છે, તેની ગ્રહકૃત પીડાઓ, મારી-મરકી (પ્લેગ) જેવા રોગો દુષ્ટ તાવ આદિ શાંત થઈ જાય છે.
અહીં “મનુજ' શબ્દ લીધો તેનું એક કારણ એ છે કે – મંત્રસાધના મનુષ્ય જ કરી શકે છે માટે અને બીજું કારણ એ છે કે - મંત્રસાધના પણ સર્વ મનુષ્યો કરી શકતા નથી, પરંતુ મન એટલે મંત્ર અને ન એટલે મંત્ર સાધનાની વિધિને જાણનાર “મંત્રજ્ઞ'. મંત્રની વિધિને જાણનાર જો મંત્રની સાધના કરે તો તત્કાળ ફળ મળે છે અને વિધિથી અજ્ઞાત આત્મા મંત્ર-જાપ કરે તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી, માટે મૂળમાં “મનુજ' શબ્દ ગ્રહણ કરેલ છે.
મંત્રને જણાવી હવે મંત્રનું ફળ જણાવે છે –
જે સાધક આ મંત્રનો સદા જાપ કરે છે, તેને શનિ, મંગળ આદિ ગ્રહકત કોઈ તકલીફો હોય અથવા વાત, પિત્ત અને કફના વૈષમ્યથી કોઈ રોગાદિત પીડા હોય અથવા મારી, મરકી જેવા રોગો થયા હોય કે હુનર = દુષ્ટ તાવ=એકાંતરિયો વગેરે તાવ આવતો હોય તો તે શાંત થઈ જાય છે.
‘પુનરા' શબ્દમાં રહેલ કુદ્ર અને નરા બે શબ્દને જુદા પાડીએ તો સુદ નો અર્થ દુષ્ટ માણસોથી અપાતો ત્રાસ અને જરા નો અર્થ કોઈપણ પ્રકારનો તાવ તેવો પણ અર્થ થઈ શકે.