________________
ઉવસગ્ગહરં સૂત્ર
કર્મથી મુક્ત થયા છે, તે જ રીતે તેમનું ધ્યાન કરીને મારે પણ સર્વકર્મથી મુક્ત થવાનું છે. આ જ મારું સાધ્ય છે. આ સાધ્યને સિદ્ધ કરતાં બાહ્ય-અત્યંતર અનેક વિઘ્નો આવવાનાં છે, પરંતુ જેમના સ્મરણમાત્રથી વિષધરોના વિષનો નાશ થઈ જાય છે, એવા અચિંત્ય સામર્થ્યવાળા તથા મંગલ અને કલ્યાણના સ્થાનભૂત એવા પાર્શ્વનાથ ભગવાન જ મારાં સર્વ વિઘ્નોનો વિનાશ કરી મારા સર્વ કલ્યાણને કરનારા છે.”
૧૪૩
આ રીતે પાર્શ્વપ્રભુનાં દર્શન કરવાથી તેમના પ્રત્યેની ભક્તિ અત્યંત ઉલ્લસિત થાય છે, બહુમાનભાવ વધે છે અને બહુમાનપૂર્વક વારંવાર કરાતી ભક્તિ આત્મિક સુખમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ કરી પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરાવે છે. તેનાથી ઉત્તરોત્તર ચિત્તની નિર્મળતા થતાં ભક્તિ માટેના અનુકૂળ સંયોગોની વિશેષ પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ભક્તિ કરી આત્મા સદ્ગતિની પરંપરા દ્વારા પરમપદને પ્રાપ્ત કરી શકે છે.
આ ગાથા બોલતાં શુદ્ધ ભાવને પામેલા અને સર્વ જીવો માટે સુખના સ્થાનભૂત પાર્શ્વનાથ પ્રભુને પોતાની સ્મૃતિપટપર સ્થાપિત કરી બે હાથ જોડી, પ્રણામ કરતાં સાધક વિચારે કે,”
“હે નાથ ! આપ અચિત્ત્વ શક્તિના સ્વામી છો આપનું સ્મરણ માત્ર બાહ્ય અને અંતરંગ ઝેરનો નાશ કરે છે હે સ્વામી ! અંતરંગ ઝેથી ભરેલા મારા આત્માને આપ નિર્વિષ કરો તેટલી મારી પ્રાર્થના છે.”
પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી, હવે તેમના નામપૂર્વકના મંત્રનો પ્રભાવ કેવો છે, તે જણાવે છે
विसहर - फुलिंग मंतं कंठे धारेइ जो सया मणुओ, तस्स गहરોળ-મારી-મુલુના ખંતિ વસામં - જે મનુષ્ય હંમેશા વિષહર ફુલિંગ મંત્રને કંઠમાં ધારણ કરે છે તેના ગ્રહ, રોગ, મારી, દુષ્ટ તાવ આદિ શાંત થઈ જાય છે.
દેવથી અધિષ્ઠિત હોય અને પાઠથી જે સિદ્ધ થાય તેને મંત્ર કહેવાય છે. મનન કરનાર આત્માનું સદા રક્ષણ કરે તે મંત્ર છે. ‘વિષહર કુલિંગ’ નામનો 5. મનનાત્ ત્રાયત કૃતિ મન્ત્રઃ ।