________________
તમોત્યુ સૂત્ર
૧૨૧
ગુણ અને રૂ૫ ફળને પ્રાપ્ત કરે છે. તે જણાવવા ત્રણ પદની નવમી “પ્રધાનગુણ અપરિક્ષય-પ્રધાનફલાપ્તિઅભય સંપદા' (મોક્ષ ફળપ્રાપ્તિ સંપદા) બતાવે છે. અથવા અરિહંતભગવંતો જે મોક્ષાવસ્થાને પામ્યા છે, તેનું હવે સ્વરૂપ બતાવે છે.
સત્રશૂiાં સāરિસીdi (નમોજુ ) - સર્વને જાણનારા અને સર્વને જોનારા એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
સર્વને જાણે (સાકાર ઉપયોગ) તે સર્વજ્ઞ અને સર્વનું દર્શન (નિરાકાર ઉપયોગ) કરે તે સર્વદર્શી. ભગવાન જગતવર્તી સર્વ પદાર્થને જાણે છે તથા જુએ છે. જો કે – “સહિયવરના થરા' - આ પદ દ્વારા પરમાત્મા અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે, તેમ કહ્યું. તેનાથી ભગવાનમાં શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણ છે, તે તો કહેવાઈ જ ગયું હતું. તોપણ સર્વ પદાર્થ વિષયક પરમાત્માનું જ્ઞાન અને દર્શન મોલમાં ગયા પછી પણ સદાકાળ માટે સાથે જ રહેનાર છે. મોક્ષમાં ગયા પછી પણ પ્રાપ્ત થયેલા આ પ્રધાન ગુણનો પરિક્ષય (લેશ પણ નાશ) થતો નથી, તે જણાવવા અત્રે પુનઃ તેનો ઉલ્લેખ કર્યો છે. અર્થાત્ તીર્થંકર અવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં બન્નેમાં આ ગુણ હોય છે તેમ જણાવ્યું.
सिव-मयल-मरुअ-मणंत-मक्खय-मव्वाबाह-मपुणरावित्तिસિદ્ધિફિ-નામધેયં તાપ-સંપત્તાdi (નમોજુ vi) - શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને જ્યાંથી પુનરાગમન ન કરવું પડે તેવી સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.).
હવે આ (સિદ્ધ થયેલા) અરિહંતભગવંતો સદાકાળ કેવાં સ્થાનમાં રહે છે, તે જણાવે છે - અરિહંત પરમાત્મા સર્વ કર્મનો ક્ષય કરી જે સ્થાનમાં જાય છે, તે સ્થાનને સિદ્ધિગતિ (મોક્ષ) કહેવાય છે. વ્યવહારનયની દૃષ્ટિથી અરિહંતભગવંતો સિદ્ધ થયા બાદ લોકના અંતે સિદ્ધશીલાથી એક યોજન દૂર જે લોકાંત છે, તેનાથી નીચે યોજનના ૨૪મા ભાગમાં રહે છે. એટલે સિદ્ધશીલાથી યોજનના ૨૩ ભાગ ગયા પછી છેલ્લા ભાગમાં રહે છે.