________________
તમોત્યુ ણં સૂત્ર
૧૧૯
પરમાત્મા અન્ય જીવો માટે પણ મોક્ષમાર્ગ નિરંતર ચાલુ રહે તે હેતુથી ધર્મતીર્થની સ્થાપના કરે છે અને જીવનકાળ દરમ્યાન ધર્મનો ઉપદેશ આપી અનેક જીવોને સંસારસાગરથી તારે પણ છે.
વૃદ્ધા વોદયાdi (નમોજુ vi) - સ્વયં બોધને પામેલા અને અન્યને બોધ કરાવનારા એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
અજ્ઞાનરૂપી અંધકારમાં ડુબેલા આ જગતમાં શ્રી તીર્થંકરદેવો અન્ય કોઈના ઉપદેશ વિના જ સ્વસંવેદિત જ્ઞાન વડે જીવાદિ તત્ત્વોને જાણે છે તથા બીજાઓને પણ તેનો બોધ કરાવે છે, તેથી તેઓ બુદ્ધ અને બોધક કહેવાય છે.
મુત્તા મોગ (નમોજુ ) - કર્મોથી મુક્ત થયેલા અને અન્યને કર્મથી મુક્ત કરાવનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
વિચિત્ર પ્રકારના વિપાકોને આપનારાં વિવિધ કર્મોનાં બંધનોથી પરમાત્મા પ્રયત્ન કરીને સ્વયં કર્મથી મુક્ત થયા છે અને અન્યને કર્મથી મુક્ત થવાનો માર્ગ બતાવેવા દ્વારા કર્મથી મુક્ત કરાવે છે.
આ ચાર પદો દ્વારા પરમાત્માની લોકોત્તમ ચાર અવસ્થા દર્શાવી છે, તે આ રીતે -
મોહરૂપ મહાશત્રુને જીતવા પરમાત્મા શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. મોહની એક એક પ્રકૃતિને પરાસ્ત કરતાં પ્રભુ નવમા ગુણસ્થાનકે આવે છે. સ્થિર અને નિશ્ચળ ધ્યાન દ્વારા બાકી રહેલા કષાયો અને સૂક્ષ્મ લોભનો નાશ કરીને વિભુ રાગાદિ શત્રુના પરમ વિજેતા બને છે. શત્રુની એવી શક્તિ નથી કે, હવે તેઓ ક્યાંયથી પણ પ્રવેશી શકે. આમ દસમા ગુણસ્થાનકના અંતે પરમાત્મા મોહના પરમ વિજેતા બનવા સ્વરૂપ જીત અવસ્થાને પામે છે.
મોહનો નાશ થવાથી વધુ સ્થિર અને નિશ્ચલ બનેલા પરમાત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની પાછળ પડી જાય છે. બારમા ગુણસ્થાનકના અંતે તેને પણ જડ મૂળથી ખતમ કરી તેઓ દોષસાગરને પૂર્ણ તરી જાય છે. આમ બારમા ગુણસ્થાનકના અંતે પરમાત્મા તીર્ણ અવસ્થાને પામે છે.
દોષનો સર્વાશે નાશ થતાં પ્રભુને તેરમા ગુણસ્થાનકે જાજવલ્યમાન કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પ્રકાશ પ્રગટ થાય છે. તેને કારણે ચરાચર જગતનો તેમને બોધ