________________
સૂત્રસંવેદના-૨
નિશ્ચયનય (સમભિરૂઢનય)ની દૃષ્ટિથી સિદ્ધના આત્માઓ પોતાના આત્મામાં જ રહે છે, એટલે તેઓ સ્વ ગુણમાં આનંદ માણે છે. માટે સિત્ર-માવિ વિશેષણો અરિહંતપરમાત્મામાં ઘટે છે.
૧૨૨
સિવ-મયત્ન આદિ વિશેષણો સિદ્ધ થયેલા અરિહંતભગવંતના છે, છતાં વ્યવહારનયથી સ્થાન અને સ્થાનીનો અભેદ કરી અહીં તે વિશેષણો સિદ્ધિગતિનાં બતાવ્યાં છે. દા.ત. જે નગરના લોકો ઉદાર, ગંભીર આદિ ગુણોથી યુક્ત હોય તે નગ૨ી ગુણિયલ કહેવાય છે. તેમ શિવ, અચલ આદિ ગુણયુક્ત સિદ્ધના આત્માઓ જે સ્થાનમાં રહે છે, તે સ્થાનને પણ વ્યવહારથી શિવાદિ ગુણયુક્ત કહેવાય છે.
અનંતકાળથી સંસારી જીવો જે ચાર ગતિરૂપ સંસારમાં રહે છે, તે સ્થાન સિદ્ધિગતિ કરતાં પૂર્ણ વિરોધવાળું અવિ-ઉપદ્રવોથી ભરેલું છે. આ બન્ને સ્થાનની સરખામણી કરીએ તો સિદ્ધિગતિનો આદર અત્યંત વૃદ્ધિમાન થાય જ અને ઉપદ્રવાદિથી કંટાળેલાને ઉપદ્રવવિનાના સ્થાન પામવાની અભિલાષા થાય અને તે માટેનો પ્રયત્ન પણ ચાલું થાય છે.
શિવ - આખો સંસાર અશિવ અને ઉપદ્રવોથી ભરેલો છે. સંસારમાં એક સ્થાન એવું નથી જ્યાં બાહ્ય કે અંતરંગ ઉપદ્રવ ન હોઈ શકે. નરકગતિ તો ભયંકર ઉપદ્રવોથી ભરેલી છે. તિર્યંચમાં પણ ભૂખ-તરસ રોગ, મરણ આદિના ઉપદ્રવો ચાલુ જ રહે છે. મનુષ્ય ગતિમાં પણ ચોરી, લૂંટ-ફાટ, રોગ, શોક આદિ બાહ્ય અને રાગાદિ દોષો જન્મ અંતરંગ સંક્લેશો સતત રહે છે. દેવ ભવમાં બાહ્ય પીડાઓ કદાચ ઓછી છે તોપણ મરણનો ભય તથા ઇર્ષ્યા, અસૂયા, અસંતોષ, આવેગ આદિ દોષો જન્ય દુઃખો તો ત્યાં પણ પરેશાન કરે જ છે. માટે આ સંસારમાં ક્યાંય એવું સ્થાન નથી જ્યાં જીવને કોઈપણ પ્રકારના ઉપદ્રવો ન હોય. જ્યારે સિદ્ધિગતિ એક એવું સ્થાન છે જ્યાં નથી બાહ્ય ઉપદ્રવો કે નથી અંતરંગ ઉપદ્રવો કેમકે, આ બન્ને ઉપદ્રવનું મૂળ કારણ કર્મ અને કષાયોનો ત્યાં સર્વથા અભાવ હોય છે. આથી જ સિદ્ધિગતિ શિવ એટલે પરમ કલ્યાણરૂપ છે. પૂર્ણ ઉપદ્રવ વિનાની અવસ્થારૂપ છે.
અચલ – જ્યાં સુધી આત્મા સ્વયં સુખ ભોગવવા સમઁર્થ નથી ત્યાં સુધી સુખને માણવા તેને શરીર અને મનની જરૂર પડે છે. આ શરીર સડન-પડનના