________________
તમોત્થ ણં સૂત્ર
નાથ ! હું આપને ભાવથી પ્રણામ કરી, આ ભયોથી મનને મુક્ત કરી નિર્ભય બનાવવાની સહૃદય પ્રાર્થના કરું છું.”
૧૨૫
આવા ભાવપૂર્વક કરેલો નમસ્કાર; સાધક આત્માને તત્કાળ ભયમાંથી ઉગારી નિર્ભય, સ્વસ્થ અને શાંત બનાવે છે, આથી જ જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે ખાસ આ પદનો જાપ કરવામાં આવે છે. ભાવપૂર્વકનો આ જાપ ભય પ્રાપ્ત કરાવનાર પાપકર્મનો નાશ કરાવી નિર્ભયતાના કારણભૂત પુણ્યકર્મના ઉદયમાં સહાયક બને છે.
આ સૂત્રનું પ્રથમ પદ ‘નમોઽત્યુ ણં’તેમાં નમો શબ્દ મૂકેલો અને અહીં પણ નમો શબ્દ મૂક્યો છે, તેનું પ્રયોજન એ છે કે, - આદિથી અંત સુધીનાં સર્વ પદોમાં ‘નમો' શબ્દનું જોડાણ કરવાનું છે, તેમ જણાવવું છે.
તેત્રીસ વિશેષણો દ્વારા ભાવ અરિહંતોને નમસ્કાર કર્યો, હવે તે અરિહંતો પ્રત્યેની વિશેષ ભક્તિના કારણે, તેમની વિશેષ ઉપસ્થિતિ માટે હવે ત્રણે કાળના સર્વ દ્રવ્ય તીર્થંકરોને નમસ્કાર કરતાં કહે છે.
जे अ अइया सिद्धा, जे अ भविस्संति णागए काले । સંપફ અ વટ્ટમાળા, સન્થે તિવિદેળ વામિ ।। - જે (અરિહંતો) वंद्रामि ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનકાળમાં જેઓ (દ્રવ્યઅરિહંતરૂપે) વિદ્યમાન છે, તે સર્વે અરિહંતોને હું ત્રિવિધથી વંદન કરું છું.
આજ સધીના અનંતા ભૂતકાળમાં અનંતા અરિહંત ભગવંતો થયા છે. ભવિષ્યકાળ પણ અનંતો છે અને તેમાં પણ અનંતા અરિહંતો થવાના છે. તે અરિહંતોની પૂર્વાપર અવસ્થારૂપ દ્રવ્ય અરિહંતો છે. આ ગાથા દ્વારા ત્રણે કાળના દ્રવ્ય અરિહંતોને ત્રિવિધે નમસ્કાર કરવાના છે.
જિજ્ઞાસા : અહીં દ્રવ્યજીન તરીકે ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યમાં થનારા જિનોને ગ્રહણ કરવા યોગ્ય છે; પરંતુ વર્તમાન કાળમાં વિચરતા દ્રવ્ય જિન તરીકે કોને લેવાનાં ?
તૃપ્તિ : ધર્મ સંગ્રહની વૃત્તિમાં આ ગાથાનો અર્થ કરતાં જણાવ્યું છે કે, “અતીતકાળે જે સિદ્ધ થયા છે (વર્તમાનમાં અન્ય ગતિમાં રહેલા) જે ભવિષ્યમાં સિદ્ધ થશે અને વર્તમાનમાં જન્મેલા છતાં જે છદ્મસ્થપણે વિચરે છે, તે ત્રણે