________________
તમોત્શ ણં સૂત્ર
૮૯
દૃષ્ટાંત દ્વારા ‘અભય' આદિની સમજણ :
‘અભય’ની અવસ્થાને સમજવા માટે શાસ્ત્રમાં એક દૃષ્ટાંત બતાવ્યું છે : ‘કોઈ મુસાફર એક ભયાનક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેવામાં ચોર-ડાકુઓએ તેને લૂંટી લીધો. તેની બધી સંપત્તિ, ખાવા-પીવાનું આદિ લઈ, તેના હાથ-પગ બાંધી, આંખે પાટા બાંધી, ખૂબ માર મારી તેને અધમૂઓ કરી બેભાન અવસ્થામાં જંગલની વચ્ચે એક ઊંડા ખાડામાં નાંખી લુટારાઓ ભાગી ગયા. બે-ત્રણ દિવસ પછી મુસાફરને ભાન આવ્યું. તેની ચારે બાજુ ઘોર અંધારું હતું, વરસાદ વરસી રહ્યો હતો, પોતે હાલી કે ચાલી શકતો નહોતો, તેના પ્રત્યેક અંગમાં અસહ્ય વેદના થઈ રહી હતી. તેને આંખ સામે મોત દેખાતું હતુ, અત્યંત નિ:સહાયતાની લાગણી અનુભવતો, ભયભીત અવસ્થામાં આ મુસાફર સપડાઈ ગયોતો. તેવામાં પૂર્વના કોઈ શુભ કર્મોના પરિણામે તેને એક પરિચિત અવાજ સંભળાયો. ‘ચિંતા ન કર, હું આવી ગયો છું – તને બહાર કાઢું છું' - આ સાંભળતાં પેલા મુસાફરને હળવાશ થઈ, તેનો ભય ઓછો થયો. તેને થયું, ‘હાશ ! હવે ચિંતા નથી. આ પુરુષના સહારે હું હવે અહીંથી છૂટી શકીશ, નિર્ભયપણે જંગલ પાર કરી શકીશ.'
ભૌતિક જગતની તીવ્ર આસક્તિના કારણે સંસારી જીવ પણ કષાયો અને સાત પ્રકારના ભયોથી સતત ભયભીત રહેતો હોય છે. તે જ્યારે અભયભાવે રહેલા અસીમ શક્તિવાળા પરહિતમાં રત અને મહાનંદથી યુક્ત પરમાત્માનાં દર્શન કરે છે, બહુમાનપૂર્વક તેમનાં વચનોનો વિચાર કરે છે, ત્યારે તે વચનોના બળે તેનું મન કાંઈક સ્વસ્થ થાય છે; તેને લાગે છે કે, “હું પણ કષાયોથી મુક્ત થઈ શકીશ”. પરિણામે ભય ઓછો થાય છે અને તેને ધૃતિની પ્રાપ્તિ થાય છે. ધૃતિપૂર્વક ભગવાનનાં વચન અનુસાર પ્રવૃત્તિ કરતાં ભયાવહ સંસારમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પણ તેને મળે છે.
આ ભૂમિકામાં ભવનિર્વેદ અને ભગવાન પ્રત્યેના બહુમાનની સાથે સાથે જીવમાં જે અનાદિકાળથી તત્ત્વનો દ્વેષ વર્તતો હતો તેનો અંત આવે છે અને જીવમાં તત્ત્વનો અદ્વેષ પ્રગટે છે. તે તત્ત્વનો માર્ગ વિચારવા પ્રયત્નશીલ બને છે. તેનામાં તત્ત્વપ્રાપ્તિની ઝંખના પ્રગટે છે. આમ છતાં તત્ત્વમાર્ગ વિષયક તેનો બોધ આ ભૂમિકામાં ઘણો જ ઝાંખો હોય છે. આ બોધને યોગની પ્રથમ દૃષ્ટિ મિત્રાદ્દષ્ટિ35 પ્રાયોગ્ય બોધ કહેવાય છે. અહીં તત્ત્વનો અદ્વેષ ગુણ આવે 35. યોગદૃષ્ટિ : મોક્ષમાર્ગ સાથે જોડાણ કરાવે તેવી મન-વચન-કાયાની પ્રવૃત્તિને યોગમાર્ગ કહેવાય છે. આવા યોગમાર્ગનું દર્શન જેનાથી થાય તેવા સભ્યોધને યોગદ્દષ્ટિ કહેવાય છે.