________________
સૂત્રસંવેદના-૨
છે અને ખેદ નામનો દોષ જાય છે. પૂ.આનંદઘનજી મહારાજે આ ભૂમિકાનું વર્ણન કરતાં જણાવ્યું છે, - સંભવદવ તે ઘેર સેવો સવે રે લહિ પ્રભુ સેવન ભેદ...
સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય-અખેદ અદ્વેષ. અરિહંત પરમાત્મા જ “અભય” આદિના દાતા:
શૂરવીર અને પરાક્રમી રાજાઓ જેમ પોતાના તે ગુણોને કારણે શત્રુઓને પરાસ્ત કરવાની શક્તિ ધરાવતા હોવાથી નિર્ભય થઈને રાજ્ય કરે છે અને પ્રજાને પણ નિર્ભય બનાવી શકે છે. તેમ પ્રભુ પણ શૌર્યાદિ શ્રેષ્ઠ ગુણોના સ્વામી હોવાથી ન વિચારી શકાય તેવી શક્તિ ધરાવે છે. આવી અચિંત્ત્વ શક્તિ હોવાને કારણે જ તેઓ મોદાદિ શત્રુઓથી સદા નિશ્ચિત નિર્ભય હોય છે. સદા અભય ભાવમાં રહેલા હોય છે. આ રીતે સ્વયં અભય ભાવમાં સ્થિત હોવાથી જ પરમાત્મા અન્ય આશ્રિતોને અભય આપી શકે છે.36 બીજા કોઈ “અભય” ને પામેલા નથી માટે અભયને આપી શકતા નથી. આથી જ એક માત્ર પરમાત્માથી જ જીવને અભયની પ્રાપ્તિ કે અભયની સિદ્ધિ થઈ શકે છે. આથી જ પરમાત્માને અભયદાતા કહેવાય છે. આ જ રીતે પરમાત્મામાં ગુણનો પ્રકર્ષ હોવાથી, તે અચિત્ત્વ શક્તિથી યુક્ત હોવાથી, તે તે ભાવે અવસ્થિત હોવાથી અને પરાર્થપરાયણ હોવાથી પરમાત્મા જ આગળ કહેવાશે તે ચક્ષુ-માર્ગ-શરણ અને બોધીના પણ દાતા છે.
સામાન્ય કેવળી કે ગુરુથી પણ ક્યારેક અભયભાવની પ્રાપ્તિ થાય છે, પણ મૂળસ્રોતની અપેક્ષાએ તો તે પણ અંતે અરિહંત દ્વારા જ પ્રાપ્ત થયેલી છે, કેમ
યોગદષ્ટિનો પ્રારંભ થતાં જીવનું વલણ ભૌતિક ક્ષેત્રથી પાછું વળી આધ્યાત્મિક ક્ષેત્ર તરફ ઢળે છે. મિત્રાદષ્ટિ: આધ્યાત્મિક વિકાસની પ્રથમ ભૂમિકાને મિત્રાદષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિમાં રહેલા જીવને યોગમાર્ગવિષયક અતિ મંદ બોધ થાય છે, આમ છતાં આ બોધથી તેને ભવનો વૈરાગ્ય થાય છે. ભગવાન પ્રત્યે બહુમાનનો પરિણામ થાય છે અને આત્મહિતની ચિંતા અહીંથી શરૂ થાય છે. આત્મહિતની ચિંતારૂપ સાચો મિત્ર મળતાં જીવ કંઈક નિર્ભય બને છે. જીવને અભય બક્ષનાર બોધરૂપ મિત્રની પ્રાપ્તિ આદિ થાય છે, માટે તેને
મિત્રાદષ્ટિ કહેવાય છે. 36. अतोऽस्य गुणप्रकर्षरूपत्वादचिन्त्यशक्तियुक्तत्वात् तथाभावेनावस्थितेः सर्वथापरार्थकरणाद्,
भगवद्भ्य एव सिद्धिरिति । तदित्थंभूतमभयं ददत्तीत्यभयदा ।