________________
નમોહ્યુ ણં સૂત્ર
ધર્મશ્રવણની ક્રિયા કરતાં વિશિષ્ટ પ્રકારની હોય છે. પૂર્વમાં ધર્મશ્રવણની ક્રિયાથી થોડા શુભ ભાવો થયા હોય છે; પરંતુ વિશિષ્ટ પ્રકારનો હેય-ઉપાદેયનો વિવેક તો અહીં જ પ્રગટ થાય છે. આ વિવેકને કારણે સંસારના સર્વશ્રેષ્ઠ ગણાતા સાંસારિક ભાવો તેને તુચ્છ લાગે છે. નરેન્દ્ર કે ચક્રવર્તી ભોગવે તેવા ભોગ પ્રત્યે પણ તેને આસક્તિ થતી નથી. બલ્કે તેમાં નરકાદિના દુઃખનાં દર્શન થાય છે અને આત્મોપકારક સંયમાદિ ભાવો તેને સુંદર લાગે છે. સંયમાદિ ભાવો પ્રાપ્ત કરવા માટે જ મન સદા ઝંખતું હોય છે. અહીં સમ્યગ્દર્શનની ખૂબ નજીકની ભૂમિકા સંપન્ન થાય છે. યોગની ચોથી દૃષ્ટિ દિપ્રાદષ્ટિને યોગ્ય બોધની અહીં પ્રાપ્તિ થાય છે.
૯૭
તત્ત્વચિંતનરૂપ આ શરણ આપનારા પણ અરિહંત જ છે. કેમ કે, તેઓ સર્વ પ્રકારે તત્ત્વભૂત આ અવસ્થાને પામેલા છે.. તેઓ સ્વયં સર્વાંશે રાગાદિ
જૈનોએ જિનવાણી સાંભળવી જોઈએ અથવા બધા વ્યાખ્યાનમાં જાય છે, તેથી આપણે પણ જઈએ. વ્યાખ્યાનમાં તર્કો તથા નવી નવી વાતો ઘણી આવે છે. માટે વ્યાખ્યાન સાંભળવાં જોઈએ. આ રીતે જિનવાણીના શ્રવણની ઈચ્છા તે શુશ્રુષા નથી.
૨. શ્રવણ - વિનયાદિપૂર્વક, જ્ઞાનના સંપૂર્ણ ઉપયોગપૂર્વક એક એક શબ્દને તત્ત્વપ્રાપ્તિનું કા૨ણ બને તે રીતે સાંભળવું.
૩. ગ્રહણ - સાંભળેલા શબ્દો કાનને અડીને જતા ન રહે, પણ તત્ત્વની સમજ પ્રાપ્ત થાય તે રીતે એકે એક શબ્દોનો મર્મ સમજવો,
· ૪. ધારણા – ગ્રહણ કરેલાં સર્વ વાક્યોને પૂર્વાપરના અનુસંધાન પૂર્વક મનમાં ધારી રાખવાં. ૫. વિજ્ઞાન - પૂર્વે ગ્રહણ કરેલા એ તત્ત્વનું અજ્ઞાન, વિપર્યય અને સંશયાદિના ધ્વંસપૂર્વકનું જ્ઞાન.
૬. ગ્રહ – વિશેષ ચિંતન કરવાના કા૨ણે મનમાં થાય કે, આ વસ્તુ આ રીતે કેમ છે ? જેમ કે, અહિંસા જ ધર્મ છે, તો શ્રાવકને બાહ્યથી હિંસારૂપ જિનપૂજાનું વિધાન કેમ ? આવી જિજ્ઞાસા થવી તે. અથવા તત્ત્વવિષયક સામાન્ય જ્ઞાન તે ઊહ.
૭. અપોહ – મનમાં થયેલી શંકાનાં સમાધાનો મળે તેવો વિશેષ બોધ. અથવા તત્ત્વવિષયક વિશેષ બોધ.
૮. તત્ત્વાભિનિવેશ - આ પદાર્થ આ રીતે સત્ય જ છે તેવો નિર્ણય = સ્થિર મન્તવ્ય.
44. દિપ્રાદૃષ્ટિ : પ્રથમ ત્રણ દૃષ્ટિ કરતાં અહીં માર્ગવિષયક બોધ ઘણો વિશિષ્ટ હોય છે. તત્ત્વવિષયક ઊંડુ ચિંતન હોય છે. સદ્બુદ્ધિનો વિકાસ પણ સારા પ્રમાણમાં થાય છે. સમ્યગ્દર્શનની ખૂબ નજીકની ભૂમિકા અહીં પ્રાપ્ત થાય છે. આમ છતાં હજુ સમ્યગ્દર્શનના અભાવના કારણે આ બોધ દીપકના પ્રકાશ જેવો અસ્થિર હોય છે, માટે આ દૃષ્ટિનું નામ દિપ્રાદ્યષ્ટિ કહેલ છે.