________________
૧૧૬
સૂત્રસંવેદના-૨
ચાર પ્રકારના ધર્મ દ્વારા અંતરંગ શત્રુનો વિનાશ થાય છે. આવાં શ્રેષ્ઠ દાન, શીલ, તપ અને ભાવના સ્વામી પરમાત્મા શ્રેષ્ઠ ધર્મના પરમોત્કૃષ્ટ ચક્રવર્તી છે.
આ પદ બોલતાં શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્ર દ્વારા ચાર ગતિનો નાશ કરનાર પરમાત્માને હૃદયસ્થ કરી પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે -
“હે નાથ ! આપને કરેલા આ નમસ્કારથી અમો પણ આ શ્રેષ્ઠ ચારિત્રધર્મરૂપી ચક્રના સ્વામી બની ચાર ગતિનો અંત
કરનાર બનીએ.” ચારિત્રધર્મનું પ્રદાન કરવારૂપે વિશેષ ઉપકાર કરનારા અરિહંતભગવાન કેવા સ્વરૂપે રહેલા છે તે બતાવતાં સાતમી સકારણ સ્વરૂપ સંપદા કહે છે -
સMડિય-વર-ના-હંસા-થરાઇi (નમોજુ vi) - નાશ ન પામે એવા શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
સમગ્ર ઘાતિકર્મોનો વિનાશ કરી પરમાત્માએ પોતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણને પ્રગટ કર્યા છે. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તેથી સર્વ જીવોમાં જ્ઞાન તો હોય જ છે; પરંતુ કર્મના આવરણને કારણે તે ઓછા વધતાં – અંશે પ્રગટ થાય છે. આથી જ સંસારીજીવ જગતવર્તી સર્વ પદાર્થોને જોઈ પણ શકતા નથી અને પદાર્થોને જોવામાં તે કર્મથી અવરાયેલું જ્ઞાન સંસારી જીવને ક્યાંક તો અલના પમાડે છે, જ્યારે અરિહંતપરમાત્માએ સાધના કરીને જ્ઞાન અને દર્શન ગુણને ઢાંકનારાં ઘાતિકર્મોનો સર્વથા નાશ કર્યો અને કોઈનાથી ક્યારેય સ્કૂલના ન પામે તેવા લોકાલોક પ્રકાશક શ્રેષ્ઠજ્ઞાન અને દર્શન ગુણ પ્રગટ કર્યા છે. આથી જ તેઓ કોઈ પણ પ્રકારની સ્કૂલના વિના એક જ સમયમાં સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને જોઈ શકે જાણી શકે છે.
પરમાત્માને પ્રાપ્ત થયેલું જ્ઞાન જેમ અપ્રતિહત છે, તેમ શ્રેષ્ઠ પણ છે કેમ કે, આ ગુણને કારણે જ અનંતી લબ્ધિઓ અને અનંતી સિદ્ધિઓ પ્રગટ થાય છે. આવા અપ્રતિહત અને શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણને ધારણ કરનારા પરમાત્માને આ પદ દ્વારા આપણે નમસ્કાર કરવાનો છે.
અહીં પરમાત્માને જ્ઞાન અને દર્શન બન્ને ગુણથી યુક્ત કહ્યા તેનું કારણ