________________
સૂત્રસંવેદના-૨
પ્રાપ્ત થયેલા ભગવાનનાં વચનના આધારે જીવને સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. જન્મ સાથે જોડાયેલું મૃત્યુ, સંયોગો સાથે સંકળાયેલા વિયોગો, સંપત્તિના કારણે આવતી વિપત્તિઓ વગેરેનો વિચાર કરતાં આ સંસાંર અસાર લાગે છે, આથી જ તેને સંસાર ઉપર કંટાળો આવે છે. સંસાર ઉપર કંટાળાનો આ પરિણામ તે જ ભવનિર્વેદનો પરિણામ છે. અને સંસારનો કંટાળો એ જ વીતરાગ પ્રત્યેના બહુમાનનો પરિણામ છે.
८८
સંસાર પ્રત્યે જ્યાં સુધી રાગ તીવ્ર હોય છે, ત્યાં સુધી સંસા૨થી તદ્દન વિપરીતભાવમાં રહેલા ભગવાન પ્રત્યે જીવને બહુમાન થઈ શકતું નથી; પરંતુ સંસારની વાસ્તવિકતા વિચારતાં જ્યારે ભવનો રાગ કાંઈક ઘટે છે અને આત્મા પ્રત્યેનું લક્ષ્ય બંધાય છે, ત્યારે જ આત્માના મહાસુખને પામેલા ભગવાન ઉપર બહુમાનનો પરિણામ થાય છે અને રાગથી ભરેલા સંસાર ઉપર અરુચિ કે અણગમો થાય છે. આ સંસાર પ્રત્યેનો અણગમો તે જ વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ છે. આ રીતે ભગવાન પ્રત્યે જેને બહુમાન થયું હોય તે જ ભગવાનનાં વચનોને યત્કિંચિત્ પણ વિચારી શકે છે.
ભગવાનનાં વચનોને વિચારતાં સમજાય છે કે, ‘વાસ્તવિક રીતે બાહ્ય કોઈ પદાર્થમાં મને સુખી કે દુ:ખી કરવાની તાકાત નથી. સુખ-દુ:ખ તો મારા મન ઉપર નિર્ભર છે, અમુક કલ્પના કરવાથી એક પદાર્થ સુખદાયક લાગે છે જ્યારે અન્ય કલ્પના કરવાથી તે જ પદાર્થ દુ:ખદાયક બની જાય છે. વ્યવહારથી જે સારા-નરસાની પ્રાપ્તિ થાય છે, તે પણ મારાં કર્મના કારણે છે. મારાં કર્મ સિવાય આ જગતમાં મને કોઈ સુખ કે દુ:ખની સામગ્રી આપી શકતું નથી.
વળી, મૃત્યુ પણ શરીરનું થાય છે, આત્માનું નહીં. હું આત્મા છું અને આત્મા તો અમર છે. વળી, યશ-અપયશ, સંપત્તિ-વિપત્તિ, આ સર્વ ભાવો કર્માધીન છે. કર્મકૃત આ ભાવોથી મારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. કર્મનો નાશ થતાં આ ભાવો જરૂર નાશ પામવાના છે.’ અને કર્મનો ઉદય ચાલુ હોય ત્યારે પણ હું મારા દોષોથી જ દુ:ખી છું અને ગુણોથી જ સુખી છું. જો હું મારા દોષોનો નાશ કરી શકું તો હું સુખી જ છું. આ રીતે વિચાર કરતો જીવ કાંઈક ભયરહિત થઈ સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે. આમ ભગવદ્ બહુમાનથી જીવ આંશિક ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. ચિત્તની આ સ્વસ્થતા તે ‘ધૃતિ’ છે અને આ ધૃતિથી જ જીવ સાચા સુખના માર્ગને શોધી શકે છે.