________________
૭૬
૭. નિર્ભય :
૬. અવજ્ઞાવાળા : સિંહ ભૂખ્યો હોવા છતાં ઘાસ તો ન જ ખાય તેમ નાના પ્રાણીઓની હિંસા પણ કરે નહિ. તુચ્છ વસ્તુઓની તે ઉપેક્ષા કે અવજ્ઞા જ કરે છે, તેમ ભગવાન પણ ક્ષુધાદિ પરિષહોની ઉપેક્ષા અને અવજ્ઞા જ કરે છે.
૮. નિશ્ચિત :
૯. અખિન્ન :
સૂત્રસંવેદના-૨
विशेषेण ईरयति इति वीरः સિંહ જેમ સત્ત્વથી નીડરપણે વિશેષ પ્રકારે વનમાં ગતિ કરે છે, તેમ પરમાત્મા પણ કર્મનાશ માટે વિશેષ પ્રકારે તપ વિગેરે યોગોમાં પ્રવૃત્તિ કરે છે.
૧૦. નિષ્કપ :
-
સિંહ જેમ હજારો હાથીના ટોળાથી પણ ભય પામતો નથી, તેમ પરમાત્મા પણ મરણાંત ઉપસર્ગો આવે તોય લેશ પણ ભયભીત થતા નથી.
સિંહ જ્યારે તૃપ્ત હોય છે, ત્યારે ભવિષ્યના આહારની કોઈ ચિંતા કરતો નથી, તે માટે કોઈ સંગ્રહ કરતો નથી. તેની જેમ દેવાધિદેવ પણ પોતાની ઈન્દ્રિયોને કે દેહને અનુકૂળ મળશે કે પ્રતિકૂળ મળશે ? તેની કદી ચિંતા કરતા નથી. તેઓ પોતાના આધ્યાત્મિક ગુણો દ્વારા જ તૃપ્તિને અનુભવતા હોય છે,
સિંહને જેમ પોતાના માર્ગમાં ક્યાંય ખેદ કે કંટાળો હોતો નથી, તેમ સંયમની કંઠોર સાધના કરતા પરમાત્માને ક્યાંય કંટાળો કે ખેદ હોતો નથી, પરંતુ પરમ આનંદ હોય છે. સિંહ જેમ પોતાના ઈષ્ટકાર્યમાં સ્થિર-અચલ હોય છે, તેમ ત્રિલોકનાથ પરમાત્મા પણ પોતાના ધ્યાનમાં અત્યંત સ્થિર હોય છે. ગમે તેવા ઉપસર્ગો વચ્ચે પણ તેમની ધ્યાનની ધારા અખંડ ચાલે છે, ક્યાંય તૂટતી નથી. તેઓ પોતાના ધ્યાનમાં મેરુ જેવા નિષ્પ્રકંપ અર્થાત્ અડગ હોય છે.
આ પદ બોલતાં કર્મ અને કષાય સામે ક્રૂર બનેલા અને કષ્ટો સામે સહિષ્ણુ બનેલા પરમાત્માને અંતરપટ પર લાવી ભાવથી નમસ્કાર કરતાં પરમાત્માને પ્રાર્થના કરીએ કે -