________________
તમોત્યુ ણં સૂત્ર
૭૯
આ પદ બોલતાં શ્રેષ્ઠ ગંધહસ્તિની ઉપમાથી જેનું યત્કિંચિત્ સ્વરૂપ વર્ણવી શકાય તેવું છે, તે ત્રિલોકબંધુ પરમાત્માને હૃદયસ્થ કરી ભાવથી નમસ્કાર કરતાં પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીએ કે -
હે પથ્યાત્મન્ ! આપને ભાવપૂર્વક કરેલો આ નમસ્કાર
મારી સાધનામાં આવતો વિધ્ધનો વાદળોને વિખેરી નાખો !” અરિહંતભગવંતો સ્તુતિ કરવા યોગ્ય કેમ છે, તેનાં અસાધારણ કારણો આ સંપદામાં બતાવ્યાં. અનાદિકાળથી પરમાત્માનું સ્વરૂપ કેવું હતું તે પુરિસરૂમાણં' પદથી બતાવ્યું. સંયમ સ્વીકાર્યા બાદ તેઓ કેવા પરાક્રમી થયા તે પુરિસ-સીહાણં' પદ દ્વારા જણાવ્યું અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં તેઓ પરવાદી માટે ગંધહસ્તિ તુલ્ય કઈ રીતે છે, તે “પુરિસવર-ગંધ-હFીણ” પદ દ્વારા જણાવ્યું. વળી અંતમાં એટલે કે, મોક્ષ પ્રાપ્ત થતાં તેઓ કેવા છે તે ‘પુરિસ-વર-પુંડરીયાણં' પદ દ્વારા જણાવીને નિગોદ અવસ્થાથી માંડી અંતિમ સમય સુધી, પરમાત્માનું સ્વરૂપ કેટલું વિશિષ્ટ હતું તે આ સંપદામાં જણાવ્યું.
આટલું જાણ્યા પછી હવે પ્રેક્ષાવાનને પ્રશ્ન થાય કે, આવા વિશિષ્ટ ભગવાનથી આપણને શું લાભ? તેના સમાધાન માટે જ ચોથી “સામાન્ય ઉપયોગ સંપદા' બતાવે છે. કારણ કે, પ્રેક્ષાવાન લોકો ફળપ્રધાન પ્રવૃત્તિ કરનારા હોય છે.
સોત્તમ (નમોજુ vi) - (ભવ્ય) લોકમાં ઉત્તમ એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
લોક8 શબ્દથી અહીં ભવ્યજીવરૂપી લોક એવો અર્થ ગ્રહણ કરવાનો છે કેમ કે, અભવ્યજીવરૂપ લોકમાં ભગવાનને ઉત્તમ કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે અભવ્યાદિમાં તો ભવ્ય જીવો ઉત્તમ છે જ, પરંતુ એ ભવ્યોમાં પણ ભગવાન ઉત્તમ છે. તેમ આ પદ દ્વારા કહેવું છે.
29ભવ્યનો અર્થ છે મોક્ષગમનને યોગ્ય. મોક્ષમાં જવા માટે યોગ્ય આત્માઓ તો ઘણા હોય છે. આજ સુધીમાં અનંતા આત્માઓ કર્મ ખપાવીને મોક્ષમાં ગયા 28. લોક શબ્દ સમુદાયવાચી છે. સમુદાયવાચી શબ્દો સમુદાયના એક ભાગમાં પણ વપરાય છે.
લોક શબ્દથી પંચાસ્તિકાયાદિરૂ૫ લોકનું ગ્રહણ થઈ શકે છે, તેમ લોક શબ્દથી ભવ્ય લોકાદિનું
પણ ગ્રહણ થઈ શકે છે. 29. સર્વ પ્રયોજન જ્યાં સિદ્ધ થાય છે, તેવા મોક્ષ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની યોગ્યતા તે
ભવ્યત્વ છે.