________________
નમોત્થ ણં સૂત્ર
लोगनाहाणं ( नमोऽत्थु णं)
(મારો નમસ્કાર થાઓ.)
-
૮૧
લોકના 30નાથ એવા પરમાત્માઓને
ભવ્ય જીવો બે પ્રકારના હોય છે. ૧. સામાન્ય ભવ્ય (દુર્વ્યવ્ય), ૨. વિશિષ્ટ ભવ્ય. ધર્મની રુચિરૂપ બીજનું વાવેતર જેમાં થઈ શકે છે, તેને આસન્ન ભવ્ય (વિશિષ્ટ ભવ્ય) કહેવાય છે. ભગવાન આવા વિશિષ્ટ ભવ્ય જીવોના નાથ છે.
નાથ તેને કહેવાય, જે યોગ અને ક્ષેમ કરે. 31બીજાધાનયુક્ત ભવ્ય જીવોને પરમાત્મા પ્રાથમિક કક્ષાના ધર્મથી માંડી છેક મોક્ષ સુધીનું સુખ પ્રાપ્ત કરાવી આપે છે. આ રીતે અપ્રાપ્તને પ્રાપ્ત કરાવવા દ્વારા ભગવાન તેમનો યોગ કરે છે અને ઉપદેશ પ્રદાનાદિ દ્વારા પ્રાપ્ત થયેલા ધર્મનું રક્ષણ કરવા રૂપે ક્ષેમ કરે છે, માટે આસન્નભવ્ય (નજીકમાં મોક્ષે જનારા) જીવોના ભગવાન નાથ છે.
ધર્મ પ્રત્યેની વાસ્તવિક રુચિરૂપ બીજાધાન જેનામાં નથી થયું, તેવા જીવો પણ ધર્મ કરે છે. ધર્મના ફળને જણાવતો ભગવાનનો ઉપદેશ સાંભળીને કે ભગવાનનો બાહ્ય વૈભવ જોઈને દ્રવ્યથી દીક્ષા પણ લે છે. તેના કારણે તેમને અલ્પકાળ માટે સુખ-સમૃદ્ધિયુક્ત દેવાદિ ભવોની પ્રાપ્તિ પણ થાય છે અને દુઃખને આપનાર નરકાદિ ભવોથી તેનું રક્ષણ પણ થાય છે. તોપણ બીજાધાન વિનાના આ જીવો સુખની પરંપરાને સર્જનાર આધ્યાત્મિક ગુણો પ્રાપ્ત કરી શકતા નથી કે નથી દોષની પરંપરા ચલાવનાર રાગાદિ દોષોથી અટકી શકતા તેથી પરમાત્મા સાચા અર્થમાં આવા જીવોના નાથ બની શકતા નથી.
જ્યારે બીજાધાનવાળા ભવ્ય જીવો તો એકવાર પણ ભગવાનને નાથ તરીકે સ્વીકારીને, તેમની આજ્ઞા અનુસાર ધર્મક્રિયા કરે, તો તેનાથી તેમને સદ્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે, ક્ષમાદિ ગુણોનું સર્જન થાય છે અને દુઃખને આપનાર
30. નાથ શબ્દની વિશેષ સમજ માટે જુઓ - સૂત્રસંવેદના ભા. ૨ - જગચિંતામણિ સૂત્રનું બીજું પદ.
31. બીજાધાન : કોઈપણ વ્યક્તિની ઔચિત્યપૂર્ણ વિશિષ્ટ ધર્મક્રિયાને જોઈને ધર્મક્રિયાવિષયક વિશેષ કોઈ સમજ ન હોવા છતાં તે ધર્મ પ્રત્યેનો આદર, તે આદરના કારણે થતી પ્રશંસા તે બીજાધાન છે. ત્યારબાદ આવો ધર્મ હું કઈ રીતે કરી શકું ? તેવી ચિંતા તે ધર્મનો અંકુરો છે. ધર્મવિષયક શ્રવણ તે કાંડ છે. શાસ્ત્રવિહિત ક્રિયાઓ નાળ છે. ક્રિયા દ્વારા થયેલી દેવ-માનવાદિની સંપત્તિ તે પુષ્પ છે. મોક્ષ એ ફળ છે. આ રીતે બીજાધાન થયા પછી ઉત્તરોત્તર સિદ્ધિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે.