________________
૧૮
માગતા હે તે અમે આપની સેવા સ્વીકારવા તૈયાર છીએ.” રાજાએ બને ભાઈઓને તેમના કહ્યા મુજબ ખાત્રી આપી. એટલે તેમણે વિ. સં. ૧૨૭૬ માં મંત્રીપદ સ્વીકાર્યું.
વિ. સં. ૧૨૭૬માં મંત્રીપદે નીમાવ્યા પછી થોડા જ વખતમાં વસ્તુપાળ અને તેજપાળે ખંભાતને કબજે લીધે. અને વસ્તુપાળ વીરધવળની સંમતિથી ખંભાતમાં રહ્યા. આ અરસામાં દક્ષિણના રાજા સિંહનની સાથે વિરધવળ લડાઈમાં કાર્યો હતો તેને લાભ લઈ ભરૂચના રાજા શંખે ખંભાતની માગણી કરી. પરંતુ વસ્તુપાળે તે નકારી. આથી બને વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં વસ્તુપાળ તેની સાથે જાતે યુદ્ધમાં ઉતર્યો અને તેણે શંખને પરાભવ કર્યો. તેજપાળે તેજ પ્રમાણે ગોદ્રહના (ગેધરા) રાજા ઘૂઘલની સાથે યુદ્ધ ખેલી પરાભવ કર્યો. આ પ્રમાણે ભદ્રેશ્વરના રાજા ભીમસેન સાથે અને યવને સાથેના યુદ્ધમાં પણ આ બંને ભાઈઓ વિજયી નીવડયા હતા.
વસ્તુપાળને લીલાવતીદેવી અને વેજલદેવી નામે બે સ્ત્રીઓ હતી.લીલાવતીદેવીથી મંત્રીને જૈત્રસિંહ નામે પુત્ર થયો તેજપાળને અનુપમા અને સહડા નામે બે સ્ત્રીઓ હતી. અનુપમાદેવીથી તેજપાળને લાવણ્યસિંહ નામે અને સુહડાદેવીથી મુહડસિંહ પુત્ર અને બઉલકા નામની પુત્રી થઈ હતી.
વસ્તુપાળ અને તેજપાળે મંત્રીપણામાં ધન મેળવ્યા ઉપરાંત તેમનું ભાગ્ય પણ ધનને વધુ ને વધુ ખેંચી લાવ્યું હતું. એક વખતે હલાલકમાં ( હવાલા કાઠિવાડ) ધન દાટવા જતાં મંત્રીશ્વરને તેમાંથી અઢળક દ્રવ્ય મળ્યું. આથી તેણે પિતાનું ધન સૌ જોઈ શકે તેવે ઠેકાણે અનુપમાદેવીની સલાહથી આબુ વિગેરેમાં ધર્મ માગે ખર્ચો. | તીર્થકલ્પમાં જિનપ્રભસૂરિએ વસ્તુપાળસંકીર્તનમાં જણાવ્યું છે કે વસ્તુપાળ અને તેજપાળે ૧ સવા લાખ જિન બિંબ કરાવ્યાં. ૨ શેત્રુંજય તીર્થમાં ૧૦ કોડ ૯૬ લાખ, ગીરનાર તીર્થમાં ૧૨ કોડ ૮૦ લાખ, આબુ ઉપર લુણિગ વસહિમાં ૧૨ ક્રોડ ૯૩ લાખ, ખર્ચા. ૩ ૯૮૪ પૌષધ શાળાઓ કરાવી. ૪૫૦૦ દંતમય સિંહાસને કરાવ્યાં. ૫૦૫ સમવસરણ કરાવ્યાં, ૭૦૦ બ્રાહ્મણશાળાઓ કરાવી, ૭૦૦ સદાવ્રત કરાવ્યાં, ૭૦૦ મઠે કરાવ્યા, ૩૦૦૨ શિવમંદિરે કરાવ્યાં, ૧૩૦૪ શિખરબદ્ધ જિન મંદિરે કરાવ્યાં, ૨૩૦૦ જીર્ણચંદ્ધાર કરાવ્યા, ૧૮ ક્રોડ સુવર્ણવ્યય કરી ત્રણ કેકાણે જ્ઞાન ભંડારો બનાવ્યા અને મંત્રીશ્વર ૫૦૦ બ્રાહ્મણને રોજ વેદ પાઠ કરાવતા હતા. ૪ વર્ષમાં ત્રણવાર મોટી સંઘપૂજા કરાવતા હતા, ૧૫૦૦ કાર્પેટિકને રોજ ભેજન કરાવતા હતા. ૧૩ તીર્થયાત્રા સંઘપતિ બનીને તેમણે કરી હતી. ૬૪ મરજીદે બંધાવી હતી, દક્ષિણમાં શ્રીપર્વતસુધી, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી અને પૂર્વમાં વાણારસી સુધી વસ્તુપાળના ગુણગાન થતાં હતાં. વસ્તુપાળે તેના જીવનમાં સર્વ મળી. ૩૦૦ ક્રોડ ૧૪ લાખ ૧૮ હજાર અને આઠસે રૂપીયાનું ખર્ચ કર્યું હતું. વસ્તુપાળ મંત્રીશ્વરને પ્રાવાટજ્ઞાતિ અલંકાર, સરસ્વતીકંઠાભરણ વિગેરે ર૪ બિરૂદ મળ્યાં હતાં.