Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના, ઉના વર્ષની બાબતમાં પણ તેઓ ચેકસ વિચાર ઉપર આવ્યા નથી. તે પણ એટલું તે. સિદ્ધ થાય છે કે વલ્લભીપુરમાં એ સમયમાં બૌદ્ધનું જોર ઘણું હતું અને વારંવાર જૈન અને બૌદ્ધોને ધર્મસંબંધી વાદવિવાદ થતા હતા. અને એવી જ રીતે ધનેશ્વરસૂરિજીએ પણ બૌદ્ધની સાથે ધર્મવાદ કરેલ અને બૌદ્ધોને પરાસ્ત કરેલા. પ્રબંધચિંતામણિમાં શ્રીમદ્ભસૂરિને વૃત્તાંત આવે છે જેમણે જીત પામેલા બૌદ્ધોને હરાવી વહૃભીપુરથી બહાર કઢાવેલા છે તેઓ અને ધનેશ્વરસૂરિ એકજ વખતે થયા હશે કે જુદે જુદે વખતે થયા હશે તે બાબતનો નિશ્ચય થઈ શકે તેવું નથી. શ્રીમદ્ભસૂરિ પણ શિલાદિત્યનાજ ભાણેજ હતા પણ શિલાદિત્ય ચાર થયેલા છે એટલે તે શિલાદિત્ય ક્યા એવિષે ચોકસ કરવું એ મુશ્કેલ છે. પરંતુ આ ગ્રંથ સંવત ચારશે સિતેર લગભગ બનેલે એ તે ગ્રંથને અંતે ગ્રંથકર્તા ચેકસ હકીક્ત લાવેલા છે એ ઉપરથી સિદ્ધજ છે. ભાષાંતરમાં કાંઈક ઢીલ થવાથી તથા પ્રેસમાં કામ જલદી નહીં ચાલવાથી વાંચનારની સમક્ષ મુકતાં ધાર્યા કરતાં વધારે વખત ગયો છે તેને માટે વાચકવૃંદે ક્ષમા કરવી. - ભાષાંતર સારી રીતે થવાને માટે બહુજ કાળજી રાખવામાં આવી છે, તથા ભાષાંતર થયા પછી પણ દષ્ટિદેષ સમજ ફેર કે પ્રતિની અશુદ્ધિના કારણથી કઈ ભૂલ ન રહી જાય એટલા માટે પુનઃ મૂળગ્રંથ સાથે મેળવી સુધારે કરવામાં આવ્યા છે તો પણ કેઈ ભૂલ જણાય તે સુજ્ઞ વાચકે દરગુજર કરવી અને કૃપા કરી અમને જણાવવી જેથી બીજી આવૃત્તિ કરવાને વખત આવે તે સુધારી લેવાય. જે ગ્રંથ ઉત્તમ અને પ્રશંસનીય છે તેવી આ ભાષાંતરની બુક પણ સુંદર બને એ હેતુથી કાગળે ઊંચા વાપર્યા છે, સારા પ્રેસમાં છાપવાનું કામ થયું છે અને બાંધણીનું કામ પણ ઊંચા પ્રકારનું કરાવ્યું છે. દરેક જૈન ભાઈઓ આ પવિત્ર ગ્રંથને છુટથી લાભ લઈ શકે એ હેતુથી કિંમત પ્રમાણમાં જ રાખવામાં આવી છે. જેને અપૂર્વ મહિમા છે એવા આ મહાતીર્થ યાત્રા નિમિત્તે અમુક કાલપર્યત નિવાસ કરીને રહેનારા અથવા ઇચછા છતાં પણ કેગના અભાવથી એ તીર્થનાં દર્શન કરવાને વારંવાર ભાગ્યશાળી નહીં થનારા મુનિગણે અને શ્રાદ્ધજનેએ પવિત્ર તીર્થના માહા મ્યનું કીર્તન કરવા તથા ત્યાં આવેલા ગુણી પુરુષનાં ચરિત્રોનું મનન કરવાની સદાકાળ ઈચ્છા હોઈને સંસ્કૃત ભાષાના અજ્ઞાતપણાને લીધે આ ઉત્તમ ગ્રંથને લાભ લઈ શકતા નહોતા તેવા સર્વ અભિલાષીઓની ઈચ્છા તૃપ્ત થાય એ હેતુથી આ ભાષાંતર કરાવી પ્રગટ કરવામાં આવ્યું છે જે વાંચવાથી શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુઓની એ તીર્થના માહાસ્ય શ્રવણસંબંધીની સર્વ પ્રકારની અભિરૂચી વૃદ્ધિ પામે, તેઓ પાપકર્મથી મુક્ત થઈ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાઓ અને આ પુસ્તક છપાવવાનો અમારો પ્રયાસ સાફલ્યતાને પામે. તથાસ્તુ. પ્રસિદ્ધકત્ત. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 542