Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. અને બીજા ખંડમાં ત્યાર પછીના ઉદ્ધારનું વર્ણન છે. શ્રીઋષભદેવજી અને ભરતચક્રીનું ચરિત્ર સર્ગ ૩ થી ૬ સુધી ચાર સર્ગમાં બહુ વિસ્તારથી છે. તેની અંતર્ગત ખીજા પણ માહુબલિ વિગેરેનાં ચરિત્રો છે. સાતમા સર્ગમાં દ્રાવીડ વાલિખિલ્યનું ચરિત્ર વિસ્તારથી છે. આઠમા સર્ગમાં અજિતનાથ સ્વામીથી શાંતિનાથજી સુધીનાં ચરિત્રો અને ઉચ્છ્વારા સંક્ષેપથી તેમજ વિસ્તારથી છે. નવમા સર્ગમાં સંક્ષિપ્ત જૈનરામાયણ છે. ૧૦ થી ૧૩ સુધીના ચાર સર્ગમાં શ્રીનેમિનાથજ્જીનું, કૃષ્ણાદિક યાદવાનું, શાંમ પ્રવ્રુસ્રાપ્તિ યદુકુમારાનું તેમજ પાંડવેાનું ચિત્ર ખડુ વિસ્તારથી તેમજ આનંદદાયક છે. ૧૪ મા છેલ્લા ) સર્ગમાં જાવડશાના ઉદ્ધારનું ભવિષ્યત્ વૃત્તાંત બહુ ચમત્કારિક છે. તેજ પ્રમાણે ૧૩ મા સર્ગમાં શ્રીરૈવતાચલે ઉદ્ધાર કરનાર રણશેઠનું શ્રીનેમિનાથ ભગવંતે કહેલ ભાવી ૩થાનક પણ બહુજ રમણિક છે. એજ સગેમાં કહેલું અંબિકાનું ઉપાખ્યાન પણ વાંચવાલાયક છે. એકંદર આ ગ્રંથમાં એટલાખધા મહાપુરુષાનાં ચરિત્રો છે કે તેનાં નામ લખતાં પણ વિસ્તાર થઈ જાય તેમ છે. દંડવીર્ય રાજાની સ્વામી ભાઈ પ્રત્યેની ભક્તિ ૭ મા સર્ગમાં એવી વર્ણવી છે કે જે ખરેખર દૃષ્ટાંતાસ્પદ છે તેમજ ૧૨ માસમાં શાંખ પ્રધુમ્રનું ચરિત્ર વાંચનારના દિલમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવું છે. કંડુ રાજાની અને મહીપાલની કથા જે પહેલા ને બીજા સર્ગમાં આપેલી છે તે ખરેખરા તીર્થના મહિમા સૂચવનારી છે તેમજ વાંચતાં આલ્હાદ આપે તેવી છે. આ ગ્રંથમાં શ્રીશત્રુંજય અને રૈવતાચલનું માહાત્મ્ય પ્રસંગે પ્રસંગમાં સ્થાને સ્થાને વર્ણવેલું છે. તે સાથે એ બંને મુખ્ય ગિરિ ઉપરના તેમજ તેના સંબંધનાં નદીઓ, કુંડા, ×હેા, ઉઘાના, વૃક્ષા તેમજ ખીજાં અનેક નાનાં મોટાં તીર્થોનાં વર્ણન આપેલાં છે કે જે અત્ર લખવાથી વિસ્તાર થઈ જાય તેમ છે. આ ગ્રંથમાંહેની મુખ્ય મુખ્ય મામતાને જરા સારી રીતે ખતાવી આપે તેવી અનુક્રમણિકા ચૌદે સર્ગની પ્રારંભમાંજ આપેલી છે જે વાંચવાથી આ ગ્રંથમાં મુખ્ય શું શું વિષયે છે અને કાનાં કાનાં ચરિત્રો છે તે સમજી શકાય તેમ છે જેથી અત્ર વિશેષ લખવાની જરૂર નથી. આ ગ્રંથના કર્તા મહાત્મા ધનેશ્વરસૂરિ મૂળ ક્યાં અને ક્યારે જન્મેલા, ક્યારે દીક્ષા લીધેલી, ક્યારે તેઓ કાલધર્મ પામ્યા અને એમણે બીજા કોઈ ગ્રંથ અનાવ્યા છે કે નહીં તે વિષેની કાંઇપણ હકીકત તેમના લેખી જન્મચરિત્રના અભાવને લીધે મળી શકતી નથી; પરંતુ આ ગ્રંથને અંતે એમ કહ્યું છે કે- વલ્લભીપુરમાં ધર્મવહૂઁક શિલાદિત્ય રાજા વિક્રમ સંવત ચારશે સિત્તોતેર વર્ષ પછી થશે. તેના સમયમાં ધનેશ્વરસૂરિ મૌદ્ધધર્મીઓને પરાસ્ત કરી, તે રાજાને જૈનધર્મના મેધ આપી શત્રુંજયમાહાત્મ્ય ગ્રંથની રચના કરશે.’ આ ઉપરથી એમ અનુમાન થાયછે કે વિક્રમ સંવત ચારર્થે સિત્તોતેર લગભગ આ ગ્રંથની રચના થઈ હશે. વલ્રભીપુરની ગાદીએ શિલાદિત્ય નામના ચાર રાજાએ થયેલા છે તેમાં કયા શિલાદિત્યના વખતમાં આ ગ્રંથની રચના થઈ હશે તેવિષે ઇંગ્રેજ શેાધકે હજી ચાકસ મત ઉપર આવ્યા નથી તથા વલ્લભીપુરના નાવિ ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 542