________________
મ. (૭) બા.બ્ર. પૂ. ચેતનમુનિ મ. (૮) બા. બ્ર. પૂ. મહેન્દ્રમુનિ મ. (૯) પૂ. દર્શનમુનિ મ. (૧૦) બા. બ્ર. પૂ. ધર્મેન્દ્રમુનિ મ. (૧૧) બા.. પૂ. મૃગેન્દ્રમુનિ મ. (૧૨) બા. બ્ર, પૂ. મનેહરમુનિ મ. આદિ ઠાણા-૧૨ વિદ્યમાન છે.
પૂ. મહાસતીજીએ આજથી ૧૮ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું. ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનએ જનતામાં અલૌકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કોઠારી સહિત ૫૧ ભાઈ બહેનેએ એક સાથે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતે કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકે પર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસમાં તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સ પ્રદાયનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ધાંગધ્રા, અમદાવાદ (નગરશેઠને વંડે) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત, સૌરાષ્ટ્રમાં તપ ત્યાગની ભરતી આવી હતી.
પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂકયા હતા. પણ પૂ. મહાસતીજીની વાણી મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ હતી, તેથી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકે! આપ આ ઉપરથી સમજી શકશો કે પૂ, શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાના દિલને પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે !
સંવત ૨૦૨૯માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજીએ કાંદાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બૃહદ મુંબઈમાં નહિ પણ સારા યે ભારતમાં દાન, શીલ, અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યો. ખંભાત સંપ્રદાયને, ભગવાન મહાવીરને અને જૈનશાસનને જય જયકાર કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સ્વધમી વાત્સલ્ય પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઈથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા પાંચસે (૫૦૦) ઉપર પહોંચી. આ રીતે સતીજીના સના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુમાસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર, ઘાટકોપર, બેરીવલી