________________
૧૪ અંતરવાણીને બાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી બની ગઈ અને ત્યાં રહેલા ભાઈઓએ તપ ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણાં ભાઈઓ મસામાંથી મુક્ત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે હે મહાસતીજી! આપના વ્યાખ્યાને જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતા દિલમાં શીતળ જળ છાંટયું છે, પછી તેમણે ઘણાં વ્રત નિયમો અંગીકાર કર્યા. ટૂંકમાં પૂ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકેએ અને કેટલે જીવનપલ્ટો કર્યો છે તે વાચકે આ ઉપરથી વિચારી શકશે.
પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણ રહેલા છે. જે ગુણોનું વર્ણન કરવા કેઈની શક્તિ નથી. છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણે ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૂર્વ ક્ષમા, સહનશીલતા બીજા પ્રત્યે અપૂર્વ લાગણી, ગુણાનુરાગ, કરૂણા એ ગુણે તેમના જીવનમાં ઓતપ્રેત વણાઈ ગયા છે. તે ગુણેના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગંધથી આકર્ષાય છે તેમ જગતના જીવે તેમના તરફ આકર્ષાઈને ધર્મના માર્ગે વળે છે તેમજ પૂ. મહાસતીજીના દિલમાં સતત એક મીઠું સંગીત ગુંજતું હોય છે કે “સર્વ જી શાસન રસી કેમ બને” વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વરને સંતાને વરના માર્ગને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તેઓ પ્રવચનની પ્રભાવના કરવાનું તે કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના
૯ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયો છે. તેમના ઉપદેશથી ઘણું આત્માઓએ આજીવન બ્રહ્મચર્યવ્રત તેમજ વ્રત પચ્ચખાણ અંગીકાર કરેલ છે.
પૂ. મહાસતીજીના પ્રતિબંધથી વીસ બહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાઓ થયેલ છે, અને જૈન શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધવી તરીકે રહીને તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે જે જૈનશાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતિભાઈની દીક્ષા પણ છે. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતીષિજી મહારાજ સાહેબે તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતીત્રાષિજી મહારાજ સાહેબ ઠાણું ૧૨ બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સંતને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણું છે. ખંભાત સંપ્રદાયમાં રને સમાન ૧૨ સંતે જૈન શાસનને શાભાવી રહ્યા છે. (૧) મહાન વૈરાગી પૂ. કાંતીષિજી મહારાજ સાહેબ (૨) બા. બ્ર, પૂ. સૂર્ય મુનિ મ. (૩) બા છે. પૂ. અરવિંદ મુનિ મ. (૪) બા. પ્ર. પૂ. નવીનમુનિ મ. (૫) બા. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) બા. બ્ર. પૂ. પ્રકાશમુનિ