Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઈ તેથી આખું ગામ હર્ષના હિલોળે ચઢ્યું. દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂનું પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. સાથે સાણંદના બીજા બહેન જીવી બહેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવી બહેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી અને શારદાબહેનનું નામ બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે બૈરાગી વિજેતા બન્યા. તેમના પૂ. પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઈ, ભાભી અ. સી. નારંગીબહેન, અ.સૌ. ઈન્દીરા બહેન, બહેને અ.સૌ. ગંગાબહેન અ.સૌ. શાંતાબહેન અ.સૌ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે, અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારે વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ના મંગળવાર તા. ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખત હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવે અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્રો, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા. આદર્શ માતાનું સમાધિમય મૃત્યુ - પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતા કરતા સંવત ૨૦૨૫ માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાટેની દ્રબલ અને ડાયાબીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા અજબ હતી. સકરીબહેનના પુત્રો, પુત્રવધૂઓ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે સકરીબહેને કહ્યું મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલ્લા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું. તમે આમ કેમ બોલે છે? ત્યારે તેમણે કહ્યું હવે આ નશ્વર દેહને ભરોસો નથી, માટે મને ધર્મારાધના કરાવે. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાઅવાંચન સાંભળ્યું. ઘણું પચ્ચખાણ લીધા અને પિતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા, પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. સકરીબહેનની તબિયત વધુ બગડતા વી. એસ. હોસ્પિતાલમાં દાખલ કર્યા. ૧૦ દિવસો બાદ અષાડ સુદ ૧૧ ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે મને સંથારો કરો. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે, આથી તેમને પરિવાર વિચારમાં પડી ગયો ને બાજુના રૂમમાં દાખલ થયેલા તાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજીને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 992