________________
પોતાને પદવી ન મળે ત્યારે એકાંતવાદી દુભાય, ત્યારે અનેકાંતવાદી પદવી છે. (6) માટેની પોતાની અયોગ્યતા, પદવી વિના પણ મુક્તિની સંભાવના, પદની જવાબદારી ) વગેરે વિચારી સ્વસ્થ રહે.
અનેકાંતવાદ એટલે અપેક્ષાવાદ. 9 અનેકાંતવાદ અલગ અલગ અપેક્ષાઓથી વસ્તુને વિચારે છે. એકાંતવાદી એક જ અપેક્ષાને પકડી રાખે છે. આ વાત નીચેના ઉદાહરણો પરથી સમજાશે.
પાણીથી અડધો ભરેલો ગ્લાસ જોઈને એક એકાંતવાદી કહે કે, “ગ્લાસ અડધો ભરેલો છે.” બીજો એકાંતવાદી કહે કે, “ગ્લાસ અડધો ખાલી છે. બન્ને પોતપોતાની વાતમાં દઢ છે અને સામી વ્યક્તિની વાત માનવા તૈયાર નથી. તેથી બન્ને લડે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે. નીચેના ભાગની અપેક્ષાએ ગ્લાસ ભરેલો છે અને ઉપરના ભાગની અપેક્ષાએ ગ્લાસ ખાલી છે.”
છે એક કાગળ ઉપર નાની, મધ્યમ અને મોટી-એમ ત્રણ લીટીઓ દોરેલ છે. એક એકાંતવાદી કહે છે કે, “વચ્ચેની લીટી નાની છે.” બીજો એકાંતવાદી કહે છે કે, વચ્ચેની લીટી મોટી છે.” આમ કહી બન્ને પરસ્પર વિવાદ કરે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે, “મોટી લીટીની અપેક્ષાએ વચ્ચેની લીટી નાની છે અને નાની લીટીની અપેક્ષાએ વચ્ચેની લીટી મોટી છે.”
જ એક એકાંતવાદી રામચંદ્રજીને પિતા કહે છે. બીજો એકાંતવાદી રામચંદ્રજીને પુત્ર કહે છે. પછી પોતપોતાની વાતને સિદ્ધ કરવા બન્ને ઝગડે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે, “લવ-કુશની અપેક્ષાએ રામચંદ્રજી પિતા છે અને દશરથરાજાની અપેક્ષાએ રામચંદ્રજી પુત્ર છે.”
ગુરુએ કાળા કાગડાને ધોળો કહ્યો. એકાંતવાદી શિષ્ય ગુરુની વાત માનવા તૈયાર થતો નથી. અનેકાંતવાદી સમજે છે, “બહારના રંગની અપેક્ષાએ કાગળો કાળો છે, પણ નજીકમાં મોક્ષે જનારો હોવાથી એના ગુણોની અપેક્ષાએ ગુરુએ એને ધોળો કહ્યો હશે.” તેથી ગુરુવચનમાં શંકા-કુશંકા કરતો નથી.
વર્તમાનકાળની અપેક્ષાએ આજ એ આજ છે, ગઇકાલ એ ગઇકાલ છે અને આવતીકાલ એ આવતીકાલ છે. પણ ગઇકાલની અપેક્ષાએ આજ એ આવતીકાલ છે અને આવતીકાલની અપેક્ષાએ આજ એ ગઇકાલ છે.
આમ દરેક વસ્તુને વિવિધ અપેક્ષાઓથી સમજતા આવડે તો જીવનમાં ક્યાંય એ Sી, સંક્લેશ કે સંઘર્ષ ન રહે.
-
12
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org