________________
હતી કે મરણ જ થઇ જાત. આ તો ભગવાનની ભક્તિના પ્રભાવે બચી ગયો.’ અને આમ વિચારીને તેઓ પોતાની શ્રદ્ધાને અકબંધ રાખી શકત.
* એક ભાઇએ વર્ધમાનત૫ની ૨૫મી ઓળી શરૂ કરી અને ૧૦ આયંબિલ કર્યા પછી કોઇક કારણસર તેમને પારણું કરવું પડ્યું. એ ભાઇએ વિચાર્યું, ‘મારા ૧૦ આયંબિલ નકામા ગયા. ઓળી પૂરી ન થઇ.' આમ વિચારી તે દુ:ખી થયા. તેનું કારણ તેમણે એકાંતને પકડ્યો હતો. જો તેઓ અનેકાંતને સમજ્યા હોત તો વિચારત કે, ‘૨૫મી ઓળી તો ભવિષ્યમાં હું ક૨વાનો જ છું. પણ મારા જીવનમાં આ ૧૦ આયંબિલની આરાધના વધુ થઇ. આમ તો આવા છુટક આયંબિલ હું કરવાનો ન હતો. પણ આ રીતે પણ આયંબિલ થયા એટલે મને લાભ જ થયો છે.’ આમ વિચારી તેઓ પ્રસન્ન રહી શકત.
* ગાડીનું ટાયર પંચર થાય છે ત્યારે એકાંતવાદી પૈસા અને સમયના બગાડને અને હેરાનગતિને વિચારીને દુઃખી થાય છે. એ જ પ્રસંગમાં અનેકાંતવાદી વિચારે છે કે, ‘કદાચ આગળ મને અકસ્માત નડવાનો હોત. પણ પંચરને લીધે હું એમાંથી બચી ગયો. કદાચ આગળ ટ્રાફિકમાં ફસાઇ ગયો હોત તો વધુ સમય બગડત. તેની બદલે આ પંચરમાં ઓછો સમય બગડ્યો.' આમ વિચારી તે નારાજ ન થાય.
* કોઇ જમણવા૨માં ગયા અને રસોઇ ખૂટી, જમવાનું ન મળ્યું. ત્યારે એકાંતવાદી આયોજકો પર ગુસ્સે થઇ મનોમન તેમને ગાળો ભાંડે. અનેકાંતવાદી ખાવામાં થતી આસક્તિ, વધુ ખાવાથી થતી માંદગી, ન ખાવાથી થતી નિર્જરા વગેરેને વિચારી સ્વસ્થ રહે.
* પરીક્ષામાં નાપાસ થતા એકાંતવાદી આપઘાત કરે છે. એવા પ્રસંગે અનેકાંતવાદી પોતાની ભૂલને વિચારી વધુ મહેનત કરી મન દઇને ભણે છે.
* ગુરુ ઠપકો આપે ત્યારે એકાંતવાદી ‘ગુરુદેવ બીજા કોઇને કંઇ નથી કહેતા, મને જ ઠપકારે છે.’ એમ વિચારી ગુરુબહુમાન ટકાવી શકતો નથી. ત્યારે અનેકાંતવાદી વિચારે છે કે, ‘ગુરુદેવ નહીં કહે તો મારી ભૂલો શી રીતે સુધરશે ? ગુરુદેવ મારા પરમ ઉપકારી છે.’ તેથી તે ગુરુબહુમાન ટકાવી અને વધારી શકે.
* પોતાના શિષ્ય ન થતા હોય ત્યારે એકાંતવાદી દુઃખી થાય. ત્યારે અનેકાંતવાદી ‘હજી મારામાં ગુરુત્વ આવ્યું નથી. માટે જ મારા શિષ્ય થતા નથી. જ્યારે મારામાં ગુરુત્વ આવશે ત્યારે મારા શિષ્ય થશે. અથવા હું પોતે મારા ગુરુદેવનો સાચો સમર્પિત શિષ્ય નથી માટે જ મારા શિષ્ય થતા નથી. જ્યારે હું સાચો શિષ્ય બનીશ ત્યારે મારા શિષ્યો થશે.' વગેરે વિચારીને સ્વસ્થતા ટકાવી શકે.
Jain Education International
11
For Personal & Private Use Only
www.jalnelibrary.org