________________
છે અોકાંતવાદળો જય હો, વિજય હો...
ક્લ (પ્રસ્તાવના)
એક યુવાન ભણવા માટે કાશી ગયો. બાર વર્ષ સુધી ત્યાં ભણીને તે પંડિત બન્યો. પછી તે પોતાના ગામમાં પાછો આવ્યો. એક શેઠે પોતાની રૂપાળી કન્યા તેની સાથે પરણાવી. લગ્ન પછી એક દિવસ યુવાનને પત્નીનું રૂપ જોઇને શાસ્ત્રવચન યાદ આવ્યું - વતી માર્યા શત્રુ: રૂપાળી પત્ની એ દુશ્મન છે. એટલે તે પંડિત પત્નીને દુશ્મન માનવા લાગ્યો.
એક દિવસ તેને બીજું શાસ્ત્રવચન યાદ આવ્યું - શત્રો ટ્રેનનું શ્રેયઃ | દુશ્મનને હણવો એ કલ્યાણકારી છે. તેથી તે પંડિતે વિચાર્યું કે, “આ પત્નીને મારી નાંખવી જોઇએ.” તે તેણીને મારવાના ઉપાયો વિચારવા લાગ્યો.
એક દિવસ એને ત્રીજુ શાસ્ત્રવચન યાદ આવ્યું - સ્ત્રીહત્યા મહાપાપ, સ્ત્રીની હત્યા કરવી એ મોટું પાપ છે. હવે પંડિતની મૂંઝવણ વધી ગઈ – એક બાજુ રૂપાળી પત્ની દુશ્મન હોવાથી તેણીને મારી નાંખવી છે અને બીજી બાજુ સ્ત્રીની હત્યાથી મોટું પાપ લાગવાનો ભય છે. પંડિત ઉપાયો વિચારવા લાગ્યો.
એક દિવસ એને ચોથું શાસ્ત્રવચન યાદ આવ્યું - નાસી છે નાશઃ / નાક કાપવું એ રૂપનો નાશ કરવા બરાબર છે. પંડિત ખુશ થઈ ગયો. “પત્નીનું નાક કાપી નાખવાથી તેના રૂપનો નાશ થશે. તેથી તે દુશ્મનરૂપ નહીં બને. તેથી તેણીને મારવાની જરૂર નહીં રહે. તેથી મને સ્ત્રીહત્યાનું પાપ નહીં લાગે.' આમ વિચારી હાથમાં છરીને લઈને તે પત્ની પાસે ગયો. તેણીનું માથું પકડીને તેણે છરીથી તેણીનું નાક કાપવાની તૈયારી કરી. પત્નીએ બૂમ પાડી. ઘરના બધા સભ્યો ભેગા થઈ ગયા. તે દશ્ય જોઇને તેમણે પંડિતને પૂછ્યું, “આ શું માંડ્યું છે ?” પંડિતે વિસ્તારથી બધી વાત કહી. એ સાંભળી બધા હસવા લાગ્યા. - ઘરના મોભીએ પંડિતને સમજાવ્યું કે, “રૂપાળી પત્નીના શીલનું રક્ષણ કરવું
જોઇએ. જો તે પરપુરુષની નજરમાં આવી જાય તો તે શીલભ્રષ્ટ થાય. શીલભ્રષ્ટ ) થયેલી તે શત્રુ બને. માટે તેણીને સ્વચ્છંદતા ન આપવી પણ દાબમાં રાખવી. ઘરના Gકામનો બોજો તેણી ઉપર નાંખવો, જેથી તેણીનું મન નવરું ન પડે અને તેણીને @ વિકારો ન જાગે.” હવે પંડિતને શાસ્ત્રવચનનો રહસ્યાર્થ સમજાયો. તરત તેણે છરી
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org