________________
OR
----------------
અંતરના આશીવાદ
જૈનદર્શનની જોડ સખી નહીં જડે રે લોલ... ત્રિલોકપતિ મહાવીરે સાડા બાર વર્ષ સુધી અજોડ-અમાપ સાધના કરી કેવળજ્ઞાન મેળવ્યું... શાસનની સ્થાપના કરી જ્ઞાનની અભુત ગંગા વહાવી. આ એવી અદ્દભુત ગંગા હતી કે એમાં પાણી ન્હોતું, માત્ર રત્નો જ હતા... આ રત્નોનો અખૂટ ખજાનો પૂર્વના મહાપુરુષોએ વિવિધ શાસ્ત્રોમાં સાચવી રાખ્યો... આ ગ્રંથોના સર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રાણોની હોડ લગાવી.. એ તમામ મહાપુરુષોને આપણે નતમસ્તક વંદન કરીએ..
જૈનદર્શનનો અતીવ મહત્ત્વપૂર્ણ મુખ્યસિદ્ધાંત છે - સ્યાદ્વાદ! અનેકાંતવાદ! સાપેક્ષવાદ ! વિભજયવાદ!
પ્રસન્ન રહેવાનો, પ્રશાંતવાહિતા વધારવાનો, રાગ-દ્વેષથી વિરહિત થવાનો, સાધનાથી સિદ્ધિ સુધી પહોંચવાનો મુખ્ય પાયો છે. અનેક તરફી દૃષ્ટિકોણ ! એક જ વસ્તુ પર જુદી જુદી અનેક અપેક્ષાએ તટસ્થતા પૂર્વક વિચારણા ! એ જ અનેકાંતવાદ છે...
આને આધીન રહેનારા કદી દુઃખી ન થાય... હરહંમેશ પ્રસન્નતામાં જ ઝુલ્યા રહે... 1. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકિષ્ણન, જ્યારે અમેરિકાની પહેલી મુલાકાતે ગયા હતા, ત્યારે જહોન એફ. કેનેડી અમેરિકાના પ્રમુખ હતા. રાધાકિષ્ણન વૉશિંગ્ટન પહોંચ્યા, ત્યારે હવામાન તોફાની હતું અને ભયંકર વરસાદ
પડવા લાગ્યો!
ભારતના રાષ્ટ્રપતિ પ્લેનમાંથી ઊતર્યા ત્યારે જોરદાર વરસાદ ચાલુ હતો, જો કે અમેરિકાના પ્રમુખે ખૂબ ઉષ્માભર્યું હસ્તધૂનન કરતાં કહ્યું હતું કે – “આપના આગમન વખતે જ હવામાન આટલું ખરાબ થઈ ગયું છે, તે બદલ હું ખૂબ જ દિલગીર છું.' ત્યારે મહાન્ ચિંતક એવા રાધાકિષ્ણને સ્મિત વેરતા માત્ર એટલું જ કહ્યું : “આ તો અમીછાંટણા છે... મંગળ-મંગળ થઈ ગયું !”
જ
TO 3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org