________________
6)
આ જ અનેકાંતવાદ છે... વસ્તુને અનેક તરફેણે જોવા કેળવાયેલી દષ્ટિ, એ જ રાધાકિષ્ણનને સદાબહાર સ્મિત વેરાવતી રહેતી હતી...
આવા તો ઢગલાબંધ પ્રસંગો છે કે જેમાં અનેકાંતમય દૃષ્ટિ જ સુખના સોપાન મંડાવે છે...
આ અનેકાંતવાદ દષ્ટિને જ આત્મસાત્ કરવા (૧) સપ્તભંગી, અને (૨) નય - આ બે વિષય પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે...
આ બે વિષય પર પૂર્વમહર્ષિઓએ અનેક ગ્રંથરત્નોનું સર્જન કર્યું છે...
તે બધાના નવનીતરૂપે સ્વનામધન્ય, જેઓને આબાલગોપાલ “ઉપાધ્યાયજી' ના હુલામણા નામથી ઓળખે છે. ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા છતાં લાગે કે આજે આપણી સામે જ બેઠા છે એવા મહામહોપાધ્યાય પરમપૂજ્ય યશોવિજયજી મહારાજાએ એક નાનકડી “સપ્તભંગીનયપ્રદીપ” નામની સુરમ્ય કૃતિનું સર્જન કર્યું છે... જે આબાલ-વિદ્વાન બધા જીવો માટે અત્યંત ઉપયોગી અને પરિશીલનીય પ્રબંધ છે..
આ કૃતિના રહસ્યો-તાત્પર્યો-પદાર્થો સરળ શૈલીમાં રજુ કરાતા અનેક જીવોનું હિત થાય... એટલે આના પર સરળ ભાવાનુવાદ સર્જાય એવી જે મારી ઇચ્છા હતી, એ મારા શિષ્ય મુનિયશરત્નવિજયજીએ સફળ કરીને ખૂબ જ સુંદર ગુરુસેવા કરી છે...
નાની વય - નાના પર્યાયમાં તેમણે અનેકાંતજયપતાકા-અનેકાંતવાદપ્રવેશન્યાયાવતાર વગેરે ઉચ્ચતમ દાર્શનિક ગ્રંથો પર પણ ભાવાનુવાદ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે...
આ રીતે તેઓ સતત સ્વાધ્યાયશીલ થઇ સ્વ-પરના તારક બની, આત્મસિદ્ધિને હાંસલ કરે એવા અંતરના આશીર્વાદ આપું છું... - આ ગ્રંથના અધ્યયન-અધ્યાપન દ્વારા સહુ તેમના પુરુષાર્થને સફળ બનાવે એ જ મંગલકામના...
આ. વિજય ગુણરત્નસૂરિ મ. આ. વિજય રશ્મિરત્નસૂરિ મ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org