________________
તાલાલા
બ્રભરીઓનાં ટોળાં સહિત આવીને મારા મુખ પર આશરો લેતા તે ભ્રમરને હું કમળ કર વડે વારવા લાગી. (૨૪૩). એ રીતે હાથ વડે વેરવામાં આવતાં તે ઊલટાં તેઓ વધુ ને વધુ નિકટ આવી લાગ્યા માનું છું કે પવનથી હલતાં પહલથી જાણતા હોઈને તેઓ ડરતા ન હતા. (૨ ૪૪).
ભ્રમરભ્રમરીનાં ટોળાંને લીધે હું પ્રફુલ ચમેલી સમી દેખાતી હતી. મને ડરથી પ્રદ વળી ગયો, હું થરથરવા લાગી અને મેં મેં પરંતુ મત્ત ભ્રમરભ્રમરીનાં ટોળાંના ઝંકારમાં અને જાતજાતના પક્ષીઓના ભારે ઘાંઘાટમાં મારી ચીસને અવાજ ડૂબી ગયો. (૨૪૬) ઘેડાની લાળથી પણ વધુ ઝીણા ઉત્તરીય વડે બ્રમરોને વારીને અને મુખ ઢાંકી દઈને હું તેમના ડરથી નાઠી (૧) (૨૪૭). દેડતાં દોડતાં, કામશરોના નિવાસ સમી, ચિત્રવિચિત્ર રનમય મારી મેખલા મધુર રણકાર સાથે તૂટી પડી. (૨૪૮). અતિશય ભયભીત થયેલી હોઈને, હે ગૃહસ્વામિની, હું તૂટી પડેલી મેખલાને ગણકાર્યા વિના મહામુશ્કેલીએ શ્રમરોથી મુક્ત એવા કદલીમંડપમાં પહોંચી ગઈ. (૨૪૯). સપ્તપણ
એટલે ત્યાં એકાએક દોડી આવીને ગૃહદાસીએ મને આશ્વાસન આપીને કહ્યું, “હે ભી. ભમરાઓએ તને દૂભવી તો નથીને ?” (૨પ૦). તે પછી ફરતાં ફરતાં મેં પેલા સપ્તપર્ણના વૃક્ષને જોયું, કે જે કમળસરોવરમાંથી ઊડીને આવતા ભ્રમરગણોનું આશ્રયસ્થાન (2) હતું, જે આરંભાયેલી શરદઋતુ સમયે બેઠેલાં પુપથી છવાઈ ગયું હતું, સરોવરતીરના મુકુટરૂપ હતું, ભ્રમરીઓનું પિયર હતું, જમરરૂપી લાંછનવાળા(?) ધરતી પર ઉતરી આવેલા પૂર્ણ ચંદ્ર૩૫ હતું. (૨૫૧-૨૫). સૈ મહિલાએ ફલ ચૂંટવામાં રત હેઈને ધડીક ભેળી થઈ જતી તો ઘડીક છૂટી પડી જતી (?). એ વૃક્ષને ઘણો સમય નીરખીને પછી મારી દષ્ટિ કમળસરોવર તરફ ગઈ. (૨૫૩). કમળસરોવર
સુવર્ણવલયથી ઝળહળતા ડાબા હાથે દાસીને અવલંબીને હું તે કમળસરોવર જોઈ રહી (૨૫૪) : તેમાં ભયમુક્ત બની કલરવ કરતાં અને જેડીમાં ફરતાં જાતજાતનાં પંખીઓને નિનાદ ઊઠી રહ્યો હતો. અંદર નિમગ્ન બનેલા શ્રમરોવાળાં વિકસિત કમળાનાં ઝુંડનાં ઝુંડ હતાં. (૨૫૫). પ્રફુલ્લ કોકનદ, કુમુદ, કુવલય, અને તામરસના સમૂહે તે સર્વત્ર ઢંકાઈ ગયું હતું. ઉદ્યાનની પતાકા સમા તે કમળસરોવરને હું જોઈ રહી. (૨૫૬). હે ગૃહસ્વામિની, રક્તકમળો વડે તે સંધ્યાને, કુમુદ વડે સ્નાન, તે નીલકમળો વડે તે...નો ભાવ ધારણ કરતું હતું. (૨૫૭). ભ્રમરીઓના ગુજરવથી તે જાણે કે ઉચ્ચ સ્વરે ગીત ગાતું હતું: હસેના વિલાપથી જાણે કે તે રડતું હતું; પવનથી હલી રહેલાં કમળ વડે જાણે કે તે અગ્રહરતના સવિલાસ અભિનય સાથે નૃત્ય કરતું હતું. (૨૫૮). દર્પથી મુખર ટીટોડાએ, ક્રીડારત બતક, અને હર્ષિત ધૃતરાષ્ટ્રો વડે તેના બંને કાંઠા ત બની ગયા હતા(?) (૨૫૯). મધ્યભાગને ક્ષુબ્ધ કરતા ભ્રમરવાળાં કમળ, વચ્ચે ઈંદ્રનીલ જડેલાં સુવર્ણપાત્ર સમાં શોભતાં હતાં.(૨૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org