________________
૧૭૫
તરંગલો શોભતી, સ્થળ અને પુષ્ટ નિતંબવાળી, મૃદુભાષિણી, નિમેળ હસતી, મુખથી ચંદ્રની વિડંબના કરતી, કમળ સમાન રતુંબડાં નયનવાળી, યૌવનચિત ગુણગણુથી મંડિત અંગવાળી, શ્યામ અને સૂક્ષ્મ મરાજિ ધરતી, તે શ્યામાનું નામ વનરાજિ હતું. (૧૩૯૧૧૩૯૨). સુંદર અને આનંદદાયક રૂપ(3), શેકેલા માંસનું ભેજન, મદભરી રૂપવતી કામિની અને કોમળ પર્ણની શા-વ્યાધજીવનનાં આ શાશ્વત સુખ છે. (૧૩૯૩). જેમને વ્યાધજીવન સ્વાધીન હોય તેમને કહ્યું મનમાન્યું સુખ સુલભ નથી? (૧૩૯૪).
હાથીના શિકારે
વ્યાધ સુંદરીની ભુજાઓને આલેપમાં પુછ પયોધરથી પીડિત, સુરાપાનથી તૃપ્ત અને સુરતશ્રમથી કલાન્ત એવો હું એક સવારે ઊઠયો. (૧૩૯૫). મોરપિચ્છના વજથી ભરસક અને તાજા લેહીથી છંટાયેલા એવા વ્યાધોની દેવીના સ્થાનકને આનંદિત ચિ પ્રણામ કરીને, એક વાર ગ્રીષ્મઋતુમાં હું ધનુષ્યબાણ લઈ, ખભે તુંબડું ભેરવી, શિકાર માટે જંગલમાં ગયા, (૧૩૯૬-૧૩૯૭). જંગલી ફૂલોથી વાળનું વેપ્ટન ભરી, પગમાં મેં મેજડી પહેરી અને દેવતા પાડવા માટે ધનુષ્યના પાછળના ભાગે અરણું બાંધી દીધી. (૧૩૯૮).
દંકૂશળ પ્રાપ્ત કરવા જંગલી હાથીની ખોજમાં હું જંગલમાં રખડી રખડીને ખૂબ થાક્યો અને છેવટે ગંગા નદીને કાંઠે પહોંઓ (1 ૩૯૯). ત્યાં મેં પહાડ અને વનવિસ્તારમાં ભમાવાવાળા, પર્વત જેવા પ્રચંડ એ ક હાથીને નાહીને બહાર નીકળતો જોયો. (૧૪૦૦ ). એ અપૂર્વ હાથીને જોઈને મેં મનમાં વિચાર્યું : આ હાથી ગંગાકાંઠેના વનમાંથી આવ્યો નથી લાગતો (૧૪૦૧); જે હાથી ગ ગાકાંઠેના, જાતજાતનાં અનેક વૃક્ષોથી ગીચ એવા એ વનમાંથી આવ્યો હોય તેનું લક્ષણ એ કે તેના વાળ પશે કોમળ હેય : (૧૪૦૨). આ તો તૂશળ વિનાને હેવા છતાં બીજા વનમાંથી આવેલો જણાય છે, અને વ્યાકુળના રક્ષ માટે તેને વધ કરવામાં કશે વાંધો નથી.
4KU
1ાલ'
૨'1'
૧J.
(
૪
૩ ).
અકસ્માત ચક્રવાકને વધુ
એ પ્રમાણે સંકલ્પ કરીને મે વ્યાકુળના રક્ષણ ખાતર તે હાથી, પ્રત્યે જીવલેણ બાણ છોડવું. (૧૪૧૪) તે વેળા એકાએક કાઈક કે કમરણો ચક્રવાક, કાળના પૂર્વનિયોગે. આકાશમાર્ગો ઉડશે અને એ બાણથી વીંધાયો. (૧૪૦૫). વેદનાથી તેની પાંખ ઢળી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org