________________
તર ગલેલા
પનીરૂપી કારાગારમાંથી છૂટીને પ્રેમબંધનથી જેઓ મુક્ત થાય છે, અને પિતાના રાગદ્વેષનું શમન કરીને જેઓ સુખદુઃખ પ્રત્યે સમભાવ રાખીને વિહરે છે, તેમને ધન્ય છે'. (૧૪૮૨). એ પ્રમાણે વિચારીને હું ઉત્તર દિશા તરફ ચાલ્યો.
પુમિતાલ ઉદ્યાન
મારું ચિત્ત કામવૃત્તિથી વિમુખ બનીને તપશ્ચર્યાના સારતત્વને પામી ગયું હતું. (૧૪૮૩). મનુષ્યના લેહીથી ખરડાયેલી તલવાર અને મળથી મલિન ઢાલને મેં ત્યાગ કર્યો. (૧૪૮૪).
એ પછી હું તાડાવૃક્ષોના ગીચ ઝૂંડથી શોભતા, દેવકના સાર સમા અને અલકાપુરીનું અનુકરણ કરતા પુરિમનાલ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. (૧૪૮૫). તેની જમણી બાજુને પ્રદેશ કમળસરોવરથી શોભતો હતો. તે ઉદ્યાન ઉપવનના બધા ગુણોને અતિક્રમી જતું હતું. તેની શોભા નંદનવન સમી હતી. (૧૪૮૬). ત્યાં યે ઋતુનાં પુષ્પો ખીલેલાં હતાં. ફળોથી તે સમૃદ્ધ હતું, ત્યાં ચિત્ર સભા પણ હતી (2) કામી જનોને તે આનંદદાયક હતું. સજળ જળધર જેવું તે ગંભીર હતું (૨) (૧૪૮૭). ત્યાં મદમસ્ત બ્રમરો અને મધુકરીઓના ગુંજારવ અને કોયલના મધુર ટહુકાર થતા હતા. પૃથ્વીના બધાં ઉદ્યાનના ગુણો ત્યાં એકત્રિત થયા હતા. (૧૪૮૮). તેમાં જે હોય તે માત્ર એક જ દેષ હતો ? લોકોની કુશળવાર્તા સંબંધે તે ઉદ્યાન ભમરા-ભમરી અને કેયલના શબ્દ દ્વારા ટોળટપ્પા કર્યા કરતું હતું. (૧૪૮૯).
પવિત્ર વટવૃક્ષ
ત્યાં મેં એક દેવળ જોયું. ચૂનાથી ધૂળેલું હોઈને તે નિજળ જળધરસમૂહ જેવું ગૌર હતું. તે સિંહ જેવી બેસણવાળું અને ઉત્તુંગ હતું (૧૪૯૦). ત્યાં એ સ્તભો પર સ્થાપિત, સુષ્ટિ લકકડકામવાળું, સુંદર, વિશાળ અને મોટા અવકાશવાળું પ્રેક્ષાગૃહ મેં જોયું. (૧૪૯૧). તે પ્રેક્ષાગૃહની આગળના ભાગમાં અનેક ચિત્રભાતોથી શોભતું, ઊંચું, ચૈત્યયુક્ત પીઠ અને પતાકાયુક્ત એક વટવૃક્ષ મેં જોયું. (૧૪૯૨). તે વૃક્ષને છત્ર, ચામર અને પુષ્પમાળા ધરવામાં આવ્યાં હતાં અને ચંદનને લેપ કરવામાં આવ્યો હતો; ઉદ્યાનના અન્ય વૃક્ષોનું તે આધિપત્ય કરતું હતું. (૧૪૯૩).
કષભદેવનું ત્ય
દેવળની પ્રદક્ષિણા કરીને મે કમળ પત્રશાખાવાળા અને પર્ણઘટાની શીતળ, સુખદ છાયાવાળા તે વડને પ્રણિપાત કર્યો. (૧૪૯૪) અને ત્યાંના લોકોને પૂછયું, આ ઉદ્યાનનું નામ શું છે ? કયા દેવની અહીં સુંદર પ્રકારે પૂજા થઈ રહી છે?” (૧૪૫). ઘણું ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org