Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ તરંગલેલા ૨૩૮ પાંચાલના સત્યવચને હું પુનર્જીવિત થયો' કહેતાં ઊડ્યા. સૌના નિંદાપાત્ર બનેલ પાંચાલ કવિને પાદલિત સ્નેહાદરથી વધાવ્યો. તે પછી નિર્વાણકલિકા', “સામાચારી, પ્રશ્નપ્રકાશ વગેરે ગ્રંથાની તેમણે રચના કરી, અંતે નાગાર્જુનની સાથે શજંપ પર જઈને શુદ્ધ : ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કરી તેમણે દેહ તજ. પાદલિપ્તસૂરિના આ પરંપરાગત ચરિત્રમાં દેખીતાં જ વિવિધ તવોની સેળભેળ થયેલી છે : (૧) મંત્રસિદ્ધિ, પ્રાભૂતોનું જ્ઞાન, આકાશગમનનું સામર્થ્ય, શિરોવેદના મટાડવાની મંત્રશક્તિ વગેરે, (૨) સિદ્ધ નાગાર્જુનનું ગુરુવ, (૩) સાંકેતિક લિપિનું નિમણ, (૪) બુદ્ધિચતુરાઈના પ્રસંગે , (૫) ‘તરંગલાલા” કથાની તથા કેટલીક માંત્રિક અને ધાર્મિકકતિઓની રચના, અને (૬) વિવિધ દેશના રાજવીઓ પર પ્રભાવ–એટલા આ ચરિત્રના મુખ્ય અંશે છે. પ્રતિષ્ઠાનના સાતવાહન રાજાને સમય ઈસવી પહેલી શતાબ્દી લગભગ અને માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ (દ્વિતીય)ને સમય ઈ.સ. ૮૭૮ થી ૯૧૪ સુધીને હેઈને પાદલિપ્ત એ બંનેના સમકાલીન ન હોઈ શકે. હવે, “અનુયોગદારસૂત્ર', જિનભદ્રગણિનું વિશેષાવશ્યકભાષ્ય' હરિભદ્રસૂરિની “આવશ્યકવૃત્તિ', ઉદ્યોતનસુરિની “કુવલયમાલા” અને શીલાંકનું “ચઉપગ્નમહાપુરિસચરિય” એ સૌ “તરંગવતી” કથાને, કથાકાર પાદલિપ્તને અથવા તો એ બંનેનો ઉલ્લેખ કરતા હોઈને તરંગવતીકાર પાદલિપ્ત ઈસવી સનની આરંભની શતાબ્દીમાં થયા હોવાનું સ્વીકારવું જોઈએ, તે, એ પણ સ્પષ્ટ છે કે મંત્રશાસ્ત્રનું મહત્વ અને તેના પ્રભાવની વ્યાપકતાનો સમય લક્ષમાં લેતાં, તથા “નિર્વાણકલિકાનાં વિષય, શૈલી અને ભાષાપ્રયોગોની લાક્ષણિકતાઓ ગણતરીમાં લેતાં, ‘નિર્વાણુકલિકા'કાર પાદલિપ્તનો સમય એટલે વહેલો મૂકવાનું શક્ય નથી. એમને રાષ્ટ્રકાલીન (નવમી શતાબ્દી લગભગ થયેલા) માનવા યોગ્ય છે. ટૂંકમાં ભિન્ન ભિન્ન સમયે થઈ ગયેલા તરંગવતીકાર અને નિર્વાણુકલિકાકાર એવા બે પાદલિપ્તાચાર્ય માનવાનું અનિવાર્ય જણાય છે. સંખિ-તરંગઈન્કહા સંપિત્ત તરંગવઈ-કહા' (= સં. તરં.')માં પાદલિપ્ત કોસલદેશના શ્રમણ હતા, એટલો જ માત્ર નિદેશ છે. આ સિવાય સાતવાહને રાજા સાથેના સંબંધ વિશે કે બીજી કે ઈ અંગત બાબત વિશે તેમાં કશું જ કહ્યું નથી. હાલ સાતવાહન પ્રાકૃત સાહિત્યને એક ઉત્તમ કવિ અને પ્રબળ પુરસ્કતી હોવાથી અને તિહાસ તેમ જ દંતકથામાં અત્યંત પ્રસિદ્ધ એ રાજવી હોવાથી જૈન પરંપરા એક ઉત્તમ પ્રાકૃત કથાના સર્જક પાદલિપ્તાચાર્યને સાતવાહનની સાથે સાંકળી દે (તેમાં કશી ઐતિહાસિકતા ન હોય તોપણ) એ સમજાય તેવું છે. છતાં આપણે એ બાબતની પણ સેંધ લેવી પડશે કે “તરંગવતીની કેટલીક લાક્ષણિકતાએ તેને ઈસવી સનની આરંભની શતાબદીઓની રચના ગાવાને આપણને પ્રેરે છે. પ્રથમ તે આપણે સંતર.” મૂળ કૃતિને કેટલા પ્રમાણમાં વફાદાર છે તે મુદ્દો વિચારીએ. સંક્ષેપકારે સ્પષ્ટ કહ્યું છે કે તેણે પાદલિપ્તની મૂળ ગાથાઓમાંથી પિતાની દષ્ટિએ ગાથાઓ વીણી લઈને તે કથાને સંક્ષિપ્ત કરી છે. માત્ર તેમાંથી કેટલેક સ્થળેથી દેશ્ય શબ્દ ગાળી કાઢયા છે. (સં. તરં. ગા. ૮). આનો અર્થ એ થયો કે સં. તર.માં જે ગાથાઓ આપેલી છે તે ઘણુંખરું તે શબ્દશ: મૂળ તરંગવતી’ની ગાથાઓ જ છે. લાંબાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324