Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ ૨૮. તરંગલેલા વર્ણનવાળી ગાથાઓ છેડી દઈને સળંગ કથાસૂત્ર પ્રસ્તુત કરતી ગાથાઓ સંક્ષેપકારે યથાતથ જાળવી રાખી છે. એટલે “સં. તરં.’ની ઘણીખરી ગાથાઓને આપણે પાદલિપ્તની રચના તરીકે લઈ શકીએ. આ વસ્તુનું અસંદિગ્ધ સમર્થન એ હકીકતથી થાય છે કે ભદ્રેશ્વરે “કહાવલીમાં ૫ દલિતની ઉતર ગવતી’નો જે ૪૨૫ ગાથા જેટલે સંક્ષેપ આપેલ છે તેની આશરે ૨૫૫ ગાથાઓ (એટલે કે ૬૦ ટકા) “સં. તરં.”ની ગાથાઓ સાથે શબ્દશઃ સામ્ય ધરાવે છે. અને ભ. ત.’ની બાકીની ઘણીખરી ગાથાઓ પણ “સં. તરં’.'માં આંશિક સામ્ય સાથે મળે છે. અનેક સ્થળે પાંચથી સાત ગાથાએાના ગુછ બંને સંક્ષેપમાં તેના તે જ છે. ભદ્રેશ્વરે “સ. તર થી સ્વતંત્રપણે જ સંક્ષેપ કરેલા છે તે હYકત એ રીતે સ્થાપિત થાય છે કે “સં'. તર*ની તુલનામાં “ભ. તર'..' ચોથા ભાગ જેટલી હોવા છતાં તેમાં કેટલાક કથાંશ એવા મળે છે જે સં. તર.”માં નથી, અને વિષય, સંદર્ભ વગેરે જોતાં એ અંશ ભશ્વરે કરેલ ઉમેરો નહીં, પરંતુ મૂળ કૃતિમાંથી જ લીધેલ હોવાનું દર્શાવી શકાય તેમ છે. આથી સં. તરં.” અને “ભ. તરં.' વચ્ચે જેટલી ગાથાઓ સમાન છે (એટલે કે બેચાર ગાથાઓ જોડીને કરેલા થોડાક સંક્ષેપે બાદ કરતાં બાકીની “ભ. તર”ની બધી ગાથાઓ). તે અસંદિગ્ધપણે પાદલિપ્તની જ છે, અને તે ઉપરાંત “સં. તર.'ની બાકીની પણ મેટા ભાગની ગાથાઓને પાદલિપ્તની રચના ગણવામાં કશ દેષ જણાતો નથી. - નવમી શતાબ્દીના સ્વયંભૂદેવના “સ્વયંભૂ છંદ' માં (પૂર્વભાગ, ૫,૪) પાદલિતના નામ નીચે જે ગાથા ટાંકી છે, તે ‘સં. તરં.”માં ૫૪ મી ગાથા તરીકે (થોડાક પાઠફેર સાથે) મળે છે. આ હકીકત પણ “સં. તરં.'ની પ્રામાણિકતાને સમર્થિત કરે છે. તરંગવતીકથાની પ્રાચીનતા - “સં. તર” દ્વારા પ્રતીત થતાં મૂળ ‘તરંગવતીકાનાં સામાન્ય સાહિત્યિક વલણ, ભાષાપ્રયોગ અને શૈલીગત લક્ષણે પરથી પણ “તરંગવતી’ એક પ્રાચીન કૃતિ હોવાની દૃઢ છાપ પડે છે. ઘટનાઓ, પાત્રાલેખન અને વર્ણ નાની બાબતમાં તરંગવતી'માં સમકાલીન જીવનનું અનુસરણ કરવાનું જે પ્રબળ વાસ્તવલક્ષી વલણ અપણે જોઈએ છીએ તે પ્રાચીન પ્રાકત કથા-સાહિત્યની વિશિષ્ટતા છે. પાછળના સમયની રચનાઓમાં કથાવસ્તુ, પાત્ર, વર્ણન વગેરેની બાબતમાં સમકાલીન જીવનથી વિદૂર રહીને વધુને વધુ સ્વરૂપપ્રધાન, આલંકારિક અને પરંપરારૂઢ બનવાનું વલણ છે. વરતુતવ પ્રબળ અને રસાવહ હય, તત્કાલીન જીવન માં સંસ્પર્શથી નિરૂપણું જીવંત અને તાજગીવાળું હોય એ પ્રકારની લાક્ષણિકતા ઈસવી સનની આરંભની શતાબ્દીમાં રચાયેલી ગુણાઢયની “બૃહકથા’માં (અને તેના જૈન રૂપાંતર “વસુદેવદિંડી”માં) આપણે જોઈએ છીએ. ‘તરંગવતી' પણ આ વિષયમાં તેની સાથે કૌટુંબિક સામ્ય ધરાવે છે. પાદલિપ્ત એક મહત્ત્વના પ્રાચીન પ્રાકૃત કવિ હોવાનું હાલકવિના “માથાકેશ' પરથી પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે આપણને જાણવા મળે છે. ભુવનપાલ, પીતાંબર વગેરેની હાલના “ગાથાકોશ' પરની વૃત્તિઓમાં જે ગાથાકારોનાં નામ આપેલાં છે, તેમાં વાસ્ટિસ (રૂપાંતરે વાજા, વાજા, વઢિ૫ વગેરે)ને પણ સમાવેશ થયેલો છે, અને એક કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324