Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 304
________________ ૯ તરંગલાલા તેના આધાર તરીકે સંભવતઃ પાલિતાણાવાળી પ્રત (કે તેના પરથી થયેલી નકલ) હતી. પ્રત અત્યંત ભ્રષ્ટ હોઈને અનુવાદમ લેમાનને અનેક સ્થાને ગાયને ભાવાય આપીને ચલાવવું પડયું છે. સદ્દગત મુનિ જિનવિજયજીને ૧૯૨૧ અને ૧૯૨૨માં લખેલા પત્રોમાં માને તરંગોઢાની પોતે વાપરેલી પ્રામાં હજારો ભૂલ હોવાના નિર્દેશ કરીને બીજી પરંપરાની કાઇક હસ્તપ્રત ભંડારોમાંથી શોધી કાઢી મોકલાવવા માટે વારંવાર અનુરોધ અત્યંત મહત્વની કૃતિને મૂળ પ્રાકૃત પાઠ પણ પ્રકાશિત કરવાનો હતો. પૂરતો સંભવ હતો કે જે તેમને ડહેલાના ઉપાશ્રય વાળી પ્રત ઉપલબ્ધ થઈ હેત તો તેમણે મૂળ પાઠ પણ પ્રકાશિત કર્યો હત. ૨. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી (પાલિતાણુ) પાસેના શેઠ અંબાલાલ ચૂનીલાલ ભંડારની પ્રત. આ પ્રતની લા. દ. ભારતીય વિદ્યા સંસ્કૃતિમંદિરના સંગ્રહની (સૂચિ ક્રમાંક ૭૩૩૬(૨) ફોટોસ્ટેટ ઉપયોગમાં લીધી છે. મૂળ પ્રતમાં ૫૩ પત્રો છે. પત્રદીઠ લગભગ ૧૩ ૫ક્તિ અને પંક્તિદીઠ આશરે ૪૦ અક્ષર છે. અંતે ૨૦૦૦ ગ્રંથાચ હેવાને નિર્દેશ છે. હાંસિયામાં “તરંગલેલા' નામ ઘણું પા પર લખેલું છે. ઘણીખરી લેખનની લાક્ષણિકતાઓ પ્રત નં. ૧ પ્રમાણે છે. પરંતુ પ્રતને લહિયો વધુ બેદરકાર અને કાચા ભણતરવાળો હેવાનું જણાય છે, કેમ કે અમદાવાદવાળી પ્રતની તુલનામાં અક્ષરસંભ્રમ, ભુલાયેલા અક્ષરોને શબ્દો વગેરે ભૂલનું પ્રમાણ વધારે છે. આ બે પ્રતા ઉપરાંત જઠ્ઠાવી માં મળતા સંક્ષેપની સમાન ગાથાઓને પણ કેટલાંક સ્થાનના પાઠ નિર્ણય માટે ધ્યાનમાં લીધી છે. ભદ્રેશ્વરના સંક્ષેપને અહીં પરિશિષ્ટમાં આપેલા પાઠ માટે આધાર નીચે દર્શાવ્યો છે. ૩. ભદ્રેશ્વરકૃત વસ્ત્રોમાંથી ઉદ્ભૂત તાવને સંક્ષેપ #ારીમાં પ્રદ્યોત, શિ, સુરેઠા, ચેલણા અને મહેશ્વરની કથાઓ પછી, “ચેલણાની જેમ તર ગતીને છરીથી નસાડી લઈ જઈને પરણવામાં આવેલી. તેથી તરંગ કહેવામાં આવે છે, તે હવે સાંભળે', એવી પ્રસ્તાવના સાથે તાવનો સંક્ષેપ આપે છે. કથાની સમાપ્તિ પછી આ પ્રમાણે કણિક અને ઉનના રાજકાળમાં ઉદભવેલી તરંગવતીની રમ્ય અને ભદ્ર કથા કે જે ભદ્રશ્વરસૂરીએ રચેલી છે તે સમાપ્ત થાય છે' એવો નિર્દેશ છે. ભ.ત.નો પાઠ અહીં પરિશિષ્ટમાં (પુ. ૨૩૧- ૨૫૮) આપેલ છે. આશરે ૪૨૫ ગાયા જેટલું પ્રમાણ છે, ૨૪૬મી ગાથા પછી, ૩૩૮મી ગાથા પછી અને વિશેષ તો ૩૬૮મી ગાથા પછી પાઠને થોડો થોડે અંશ ત્રુટિત છે. પાઠ માટે આધાર તરીકે વડોદરાના પ્રવર્તક કાંતિવિજયજીના ભંડારની ૧૯૮૦ ક્રમાંક વાળી દાઢીને પ્રતનો આધાર લીધે છે. આ પ્રત પાટણ વાળી તાડપત્રીય પ્રતની જ નકલ ૯. આ ઉપરાંત આ પ્રતે ઉપરથી અર્વાચીન સમયમાં તૈયાર કરેલી કેટલીક નકલે છે—જેમ કે રસૂરતના જનાદ પુસ્તકાલયની તથા લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના જ્ઞાનભંડારની પુણયવિજયાદિ સંગ્રહની કમાંક ૭૦૬ અને ૧૦૦૩૦ વાળી પ્રતો. પણ પાઠ નિર્ણચં માટે તેમની કશી ઉપયુક્તતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324