Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 293
________________ ર૭૮ તરંગલાલા બાલસ્વભાવને કારણે, ઉપાશ્રયની નજીક, બીજા બાળકો સાથે તે રમતા હતા ત્યારે દૂરથી દર્શનાર્થે આવેલા શ્રાવકોએ તેમને ચેલા માનીને પૂછ્યું, “પાદલિપ્તાચાર્ય ક્યાં છે?” તેમને સ્થાન ચીંધીને પિતે ગુપ્ત રીતે ગુરુને આસને આવીને બેસી ગયા. બાળકને અર્થગંભીર ધર્મદેશના કરતા જોઈને શ્રાવકો પ્રભાવિત થયા. તેવી જ રીતે વાદ કરવા આવેલા ૫રધમીએને ચાતુથી મહાત કર્યા, અને “અગ્નિ ચંદનરસના જેવો શીતળ લાગે ખરો ? એવા તેમના પ્રશ્નનો “શદ્ધ ચારિત્રવાળાનો જ્યારે ખાટા આળને કારણે અપયશ થાય ત્યારે તેને એ દુઃખમાં અગ્નિ પણ ચંદનલેપ સમો શીતળ લાગે” એવો ચમત્કારિક ઉત્તર આપ્યા. તે પછી સંઘની વિનંતીથી શત્રુંજયની યાત્રા કરી ત્યાંથી પાદલિપ્ત કૃષ્ણરાજાના માન્યખેટ નગરમાં ગયા. પોતે બનાવેલી પાદલિપ્તી નામક સાંકેતિક ભાષાથી કૃષ્ણરાજાને પ્રભાવિત કરીને ત્યાંથી તેઓ ભૂરુક૭ ગયા, અને અંતરિક્ષમાં તેજસ્વી આકૃતિરૂપે દર્શન દઈને ત્યાંના બલમિત્ર રાજાને તથા લોકોને પ્રભાવિત કર્યા. | તીર્થયાત્રા કરતાં પાદલિપ્ત એક વાર સૌરાષ્ટ્રની ઢંકાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં રહેતા સિદ્ધ નાગાજન તેમની સિદ્ધિઓથી પ્રભાવિત થઈને તેમને શિષ્ય બન્યો. પાદલિપ્ત નિત્ય આકાશમાગે તીર્થયાત્રા કરવા જતા અને એક મુદ્દોંમાં પાછા ફરતા. તેમનાં ચરણું ધોઈને નાગાર્જુને જે ઔષધિઓને પાદલેપથી પાદલિપ્ત આકાશગમન કરી શકતા હતા. તેમાંની ૧૦૭ ઔષધિઓ સુંધી-ચાખીને ઓળખી કાઢી. તે ઐાષધિઓનો પગ નીચે લેપ લગાડીને નાગાજુને આકાશમાં ઊડવા કૂદકો માર્યો, પરંતુ તે બેય પર પડયો અને પગ ભાંગી ગયા. તેના પ્રજ્ઞાબળથી પ્રસન્ન થઈને પાદલિતે તેને ખૂટતું ૧૦૮મું દ્રશ્ય બતાવ્યું. નાગાજનને આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. કતાભાવે તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં ગુરુને નામે પાદલિપ્તનગર વસાવ્યું, તથા ત્યાં મહાવીર વગેરે તીર્થકરોની અને પાદલિપ્તાચાર્યની મૃતિવાળું દેવાલય બનાવ્યું. વળી રૈવતક પર્વત ઉપર નેમિનાથના ચરિત્રને પ્રગટ કરતાં વિવિધ સ્થાનક પણ તેણે રચ્યાં. " પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાજસભામાં ચાર શાસ્ત્રસંક્ષેપકાર કવિઓએ એકબે શબ્દોમાં જ કોઈ સમગ્ર શાસ્ત્રને સાર વ્યક્ત કરી બતાવીને રાજકૃપા પ્રાપ્ત કરી. પણ ભગવતી ગણિકાએ પાદલિપ્તસૂરિની તુલનામાં સની વિદ્વત્તા નીચી હોવાનું કહ્યું. આથી સાતવાહને પાંદલિપ્તને નિમંત્ર્યા. આવી પહોંચેલ આચાર્યને બૃહસ્પતિ નામના વિદ્વાને કાંઠા સુધી ધી ભરેલું પાત્ર મેકલાવીને એમ સૂચવ્યું કે અહીં કોઈ નવા વિદ્વાનને માટે સહેજ પણ અવકાશ નથી, પરંતુ પાદલિપતે એ ઘીના પાત્રમાં સંય મૂકી બતાવીને પ્રત્યુત્તર વાળ્યો. તે પછી ત્યાં રહીને તેમણે જ્યારે પોતાની નવી રચેલી ‘તરંગલાલા’ કથા સાતવાહનની સભા સમક્ષ પ્રસ્તુત કરી, ત્યારે અદેખાઈથી પ્રેરાઈને પાંચાલ કવિએ એવો આક્ષેપ કર્યો કે “તરંગલોલા’ મૌલિક કથા નથી, પણ મારી કૃતિઓમાંથી ૩૯૫ અર્થ ચેરી લઈને બાળકો અને અજ્ઞોને રીઝવવા માટે બનાવેલી એક થાગડથીગડ કંથામાત્ર છે. આથી પાદલિપ્તાચાર્યે પોતે મૃત્યુ પામ્યા હોવાની કપટયક્તિ રચી. તેમની શબવાહિની પાંચાલ કવિના ભવન પાસેથી નીકળી ત્યારે પશ્ચાત્તાપ કરતે તે લાગણીવશ થઈને બેલી ઊડ્યો, “જેના મુખનિઝરમાંથી તરંગલોલા નદી વહી તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફૂટી કેમ ન ગયું ?” અને તરત જ પાદલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324