Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 292
________________ અનુલેખ તરંગવતીકા૨ પાદલિપ્તાચાર્ય જૈન પરંપરામાં સંગ્રહીત પાદલિપ્તાચાર્યના દંતકથાપ્રધાન ચરિત્રમાં તેમના જન્મ, દીક્ષા, સામ, વિહાર અને પ્રવૃત્તિ વિશે જે માહિતી મળે છે તેને સાર નીચે પ્રમાણે છે : વૈરાટસાદેવીના કહેવાથી કેસલાપુરીના શ્રાવક કુલ શ્રેષ્ઠીની નિઃસંતાન પત્ની પ્રતિમાએ નાગહસ્તીસુરિના ચરણોદકનું પાન કર્યું, અને તેને ઉત્તરોત્તર જે દશ પુત્ર થયા, તેમાંના સૌથી પહેલા અત્યંત પ્રતિભાશાળી નાગેન્દ્રને તેણે સૂરિને અર્પિત કરી દીધા અસાધારણ બુદ્ધિ અને સ્મૃતિને કારણે તે બાળવયમાં જ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય વગેર શાસ્ત્રોમાં તથા જેન આગમ-સાહિત્યમાં પારંગત થઈ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી તે વહેરવા ગયે, અને કાંજી વહોરીને પાછો આવતાં ગુરુએ તેને છર્યા પથિકી “આલેયણું (= આલોયના) કરવાનું કહ્યું, એટલે તેણે “આલોકના (=અવકન) એવો અર્થ ઘટાવીને નીચેના અર્થની ગાથા કહી : “રતુમડી આંખો અને કુસુમકળી સમી દંતપંક્તિવાળી નવવધૂએ નવા ચેખાની, ખટાશયુક્ત, ગાંઠા પડયા વિનાની કાંજી શકોરા વતી મને આપી.” - આ સાંભળીને મુરુએ કહ્યું. “અહો! આ ચેલે તો શૃંગારરૂપી અગ્નિથી ‘qf (પ્રદીપ્ત) છે.” આ સાંભળીને ચેલે બોલ્યો, “ભગવાન એક કાને વધારી દેવાની કૃપા કરી (એટલે કે “વૃત્તિને બદલે મને ચિત્ત નામ આપો”). ગુરુએ તેની બુદ્ધિચતુરાઈથી પ્રભાવિત થઈને તેને ઓષધિઓથી પાલેપ કરીને આકાશમાર્ગે જવાની આકાશગામિની વિદ્યા આપી. ત્યારથી તે પાદલિપ્ત કહેવાયા. તે દસ વરસના થયા એટલે સંધની અનુમતિથી ગુરુએ તેને પિતાને પદે આચાર્ય તરીકે સ્થાપ્યા. પછી તીર્થયાત્રા કરવા તે મથુરા ગયા અને ત્યાંથી તે પાટલિપુત્ર ગયા. ત્યાંના મરંતુ રાજાને અનેક કેયડા ઉકેલી આપીને તેમણે પ્રભાવિત કર્યા— જેવા કે દોરાના દડામાં ગુપ્ત રહેલો દેરાનો છેડો શોધી કાઢ, એકસરખી ગેળાઈ વાળા દંડનાં મૂળ અને અંત શોધી કાઢવાં. દાબડાના ઢાંકણને ગુપ્ત સાંધો શોધી કાઢો વગેરે. વળી મુરુંડરાજાની અસાધ્ય શિરેવેદના સૂરિએ પોતાના ઘૂંટણ પર ત્રણ વાર આંગળી ફેરવીને મંત્રબળે મટાડી. આ રીતે પાટલિપુત્રના રાજાને પ્રભાવિત કરીને પાંદલિતાચાર્ય પાશ્વનાથને વંદન કરવા મથુરા ગયા. ત્યાંથી તેઓ લાદેશના કારપુરમાં ગયા. ૧. આ માટે મુખ્ય આધાર પ્રભાચંદ્રાચાર્ય કૃત કમાવવાવરિત (રચનાવર્ષ ઇ.સ. ૧૨%; સંપાદક મુનિ જિનવિજય, ૧૯૪૦) છે. આ ઉપરાંત ભદ્રેશ્વરકૃત વાદ્દાવરી, રાજરોબરકત વંધકોશ, પુરાતન વંધસંઘ વગેરેમાં પણ ઓછા વધતા વિસ્તાર અને કેટલીક વીગતફેર સાથે પાદલિપ્તનું ચરિત્ર મળે છે. નિર્ચાળકિર્દીની ભૂમિકામાં પણ ઉપર્યુકત આધારોમાંથી થોડાકને ઉપયોગમાં લઈને મ.ભ. ઝવેરીએ અંગ્રેજીમાં ચરિત્ર આપેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324