Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 300
________________ હરાલા ૨૫, ૩૩૦, ૩૩૪, ૩૩૭, ૩૬૧, ૩૭૩, ૩૭૫, ૩૮૦, ૩૮૧, ૩૮૭, ૩૯૩, ૪૪, ૪૪૯, ૪૫૧, ૪૫૫, ૪૫, ૪૬૭, ૪૮૧, ૪૮૭, ૫૦૨, ૫૪૧, ૫૪ર. ૫૪૬, ૫૪૭, ૧૪૮,૫૭•, જ, પ૭૬, ૫૮૬, ૬૨૨, ૬૩૩, ૬૯૫ અને ૬૯૬ એમ ૬૮ જેટલી ગાથા એમાં થમક કે અનુપ્રાસ અલંકાર છે. તે ઉપરથી “તરંગવતી'ની રૌલીનું અનુમાન થઈ શકરો. અને આમ છતાં, કૃતિમાં અલંકારપ્રચુરતા, સમાસપ્રચુરતા કે પાંડિત્યને જે કશે વરતાતો નથી એ હકીકત પાદલિપ્તની ઓચિત્યદષ્ટિ પ્રગટ કરે છે. તiાવતીના સંક્ષેપ તરંગવતીના બે સંક્ષેપમાંથી અહીં મુખ્ય કૃતિ તરીકે આપેલા મોટા સંક્ષેપ (“સંપિત્ત તરગવઈ-કહ')નો કર્તા કોણ છે તે બાબત અસ્પષ્ટ અને સંદિર છે. તેની અંતિમ ગાથા, જેમાં કેટલાંક નામને ઉલેખ છે, તેને છંદ ભ્રષ્ટ છે, અને તેથી તેના મૂળ પાઠ અંગે શંકા રહે છે. તેમાં હાયપુરીય ગ૭ના વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્રગણીને અને કઈક ‘જસ'ને નિર્દેશ છે. જૈન ગ્રંથાવલી' અનુસાર કર્તા તરીકે નેમિચંદના શિષ્ય યશસેન છે, પરંતુ ગાથાના શબ્દોમાંથી આ અર્થઘટન સમર્થિત કરવા આડે ઘણી મુશ્કેલી છે. અને ત્રિદિયાનો સ્વાભાવિક અર્થ લખેલી હોવાથી જશ્ન એ લહિયાનું નામ હોવાને વધુ સંભવ છે. જે તક્ષ સીસને બદલે સરસ તક્ષ એમ મૂળ પાઠ હોવાનું માનીએ તે છંદની અશુદ્ધિ દર થાય છે, અને જે અર્થ એવો ઘટાવીએ કે સંક્ષેપની આ પ્રતિ વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્રગણીને માટે જસ નામના લહિયાએ લખી છે (એટલે કે આ ગાથા પણ લહિયાની રચેલી છે) તો એ અર્થઘટન વ્યાકરણ અને વાકષરચના સાથે સુસંગત છે. મા વાત સ્વીકાર્ય લાગે તો “સં.ત.ને કર્તા અજ્ઞાત હોવાનું માનવું પડશે, “સંત”ના સમય બાબત પણ કશું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. અંતે જેનો નિર્દેશ છે તે નેમિચંદ્ર અને ધનપાલકૃત ‘ઉસભપંચાસિયા પરની અવસૂરિના કતાં નેમિચંદ્ર એ બંને ને એક જ હોય તો “સં.ત. 'ને દસમી શતાબ્દીના અંત પહેલાં મૂકી શકાય." સંક્ષેપ પ્રાકૃતમાં જ છે તે હકીકત ૫ણ મુકાબલે તેના વહેલા સમયની સમર્થક છે. રૂ૫વિજયજી જૈન ભંડારની સં.ત.”ની હસ્તપ્રતમાં ૯મા પત્રના પહેલા પાને (સંપાદિત પાઠની ૨૩૧મી ગાથાના પાઠમ) સમવાળા શબ્દમાંનો ૬ વર્ણ અગિયારમીઆરમી શતાબ્દીની દેવનાગરીની જેમ ઉપર બે મીઠાં અને નીચે નાની લકીર-એવા રૂપે લખાયેલું છે તે પણ સૂચવે છે કે એ પ્રતિના આધાર તરીકે બારમી શતાબ્દી લગભગની કંઈ પ્રત હેવી જોઈએ. આપણું એ સદ્ભાગ્ય છે કે આ સંક્ષેપકારે કેવળ યાતવ પૂરતો સંક્ષેપ મર્યાદિત ન રાખતાં મૂળના વર્ણન અને ભાવનિરૂપણવાળા કેટલાક અંશ પણ આપવાનું ઉચિત માન્યું, જેથી કરીને પાદલિપ્તની કલ્પનાશક્તિ અને શબ્દપ્રભુત્વની અમૂલ્ય વાનગી આપણે માટે બચી શકી. ૫ કરતૂરવિજયગણી (પછીથી વિજય કસ્તૂરસૂરિ) વડે સંપાદિત અને ૧૯૪૪માં નેમિ વિજ્ઞાન ગ્રંથમાલાના નવમા રત્ન તરીકે પ્રકાશિત સંસિલ-તરંગવા (તરંગોઢા)ની પ્રસ્તાવનામાં પાદલિપ્તસૂરિ વિશે સંક્ષિપ્ત માહિતી આપેલી છે, તાવતીને લગતા પ્રાચીન ઉલ્લેખ નોંધ્યા છે, સંપિત્ત તાવના કર્તુત્વની ચર્ચા કરી છે, શહેરમાં આવતી તાંબર દાન પણ થોડાક પરિચય આપેલો છે અને તળવતીને લગતા વર્તમાન સમયમાં થયેલા કાર્યને પણ નિર્દેશ કરેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324