________________
તરંગલાલા
૨૦૭
બનેલી તે તેના પગમાં પડીને બોલી, “વિષયપંકમાં અમે ખૂતેલાં હેઈને અમારું શું થશે? (૧૬૩૧). હે આર્યા! એક તો અમે મેહથી ઘેરાયેલાં છીએ, તો બીજી બાજુ, તમારી ચર્ચા અત્યંત દુષ્કર છે. તો પણ અમને એવો કાંઈક ઉપદેશ આપે, જેથી અમારું સંસારભ્રમણ અટકે.” (૧૬૩૨). એટલે તરંગવતીએ કહ્યું, “જો તમે સંયમ પાળી શકે તેમ ન હે, તો જિનવચનમાં શ્રદ્ધા રાખીને ગૃહસ્થધમનું પાલન કરો.” (૧૬૩૩).
આર્યાનું અમૃતના સાર સમું આ વચન સાંભળીને તેને અનુગ્રહ ગણી તે સ્ત્રીઓએ તેને સહર્ષ હદયમાં ધારણ કર્યું. (૧૬ ૩૪). એ પ્રમાણે ધર્મબુદ્ધિ પામવાથી સંવેગમાં શ્રદ્ધા પ્રગટતાં, તેઓએ શીલવ્રત અને ગુણવ્રત લીધાં. (૧૬૩૫). જીવ, અજીવ વગેરે જૈનશાસ્ત્રના પદાર્થોનું જ્ઞાન પામીને તેઓ શુભાશયવાળી બની, અને તેમણે અણુવ્રત તથા અનેક શીલવ્રત સ્વીકાર્યો. (૧૬૩૬). બીજી બધી તરુણીઓ પણ આ સર્વ કથા સાંભળીને જિનવચનમાં દઢ શ્રદ્ધાવાળી બની અને સંવેગ ભાવ ધરવા લાગી. (૧૬ ૩૭). સંયમ, તપ અને યુગના ગુણ ધરતી તે આર્યો પણ અન્ય નાની શ્રમણીઓની સાથે ત્યાંથી અચિત્ત ભિક્ષા લઈને, જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ. (૧૬૩૮).
ગ્રંથકારને ઉપસંહાર બધ આપવાના હેતુથી આ આખ્યાન તમારી પાસે મેં વર્ણવ્યું છે. તમારું બધું તંદૂ દૂર થાઓ, અને તમારી ભકિત જિતેંદ્ર પ્રત્યે હે. (૧૬૩૯).
સંક્ષેપકારને ઉપસંહાર હાઈયપુરીય ગચછમાં વીરભદ્રનામના સૂરિના શિષ્ય () નેમિચંદ્રગણિના શિષ્ય થશે આિ કથા લખી. (૧૬૪૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org