________________
તર ગલાલા
૧૯૩
જે ચક્રવાકયુગલ હતું, અને આ ભવમાં જે દંપતીને તમે ચારપલ્લીમાંથી બહાર કાઢીને વિતદાન દીધું હતું તે આ અમે જ છીએ. જેમ તે વે। અમારા દુ:ખનેા તમે અંત આણ્યા હતેા, તેમ અત્યારે ફરી પણ તને અમને દુ:ખમુક્તિ અપાવેા. (૧પર૬-૧પ૨૭). જન્મમરણની પરંપરામાં ક્રૂસાયેલા રહેવાને લીધે અનેક દુ:ખેાથ ધરેલા, અને અનિયત ને કારણે દુઃખરૂપ એવા સંસારવાસથી અમે ભયભીત થયાં છીએ (૧૯૨૮). વિવિધ તપ અને નિયમનું ભાથું લઈને, જિનવચનેાના સરળ ભાગે, મેણું પહેાંચવાને ઉત્સુક બની તમને અનુસરવા ઇચ્છીએ છીએ.’ (૧૫૨૯),
શ્રમણે આપેલી હિતશિક્ષા
એટલે તે સુવિહિત શ્રમણે કહ્યું, ‘ જે સતન શીલ અને સંયમ પાળશે, તે બધાં દુ:ખામાંથી સત્વર મુક્તિ પામશે. ( ૧૫૩ ), જો તમે સેંકડા જન્મની પરંપરામાં ક્રૂસાવાની અધાતિના અનુભવમાંથી બચવા ઇચ્છતા હા, તેા પાપકમાં ત્યાગ કરી અને સતત સયમ પાળેા. (૧૫૩૧) મરણુ નિશ્ચિત હાવાનું આપણે જાણીએ છીએ, પરંતુ એ કયારે આવશે તે આપણે જાણતા નથી. તેા જીવતરને તે અંત લાવે ત્યાં સુધીમાં તમે ધમ આચરે! તે જ ઇષ્ટ છે. (૧૫૩૨). મુશ્કેલીથી શ્વાસ લઈ શકતે! હાય, પ્રાણુ ગળે અટકથા હોય, ભાન ચાલ્યુ' ગયુ` હેાય તેવા મરણાસન્ન મનુષ્યને માટે જટિલ તપશ્ચર્યા કરવાનું શકય નથી. (૧૫૩૭૩), આયુષ્ય સતત સરી જતું હોઈને, પાંચેય ઇંદ્રિયાને સહ વાળી લેનાર જ સુગતિના પથ પર વિચરવાને યેાગ્ય છે.(૧૫૩૪). સત્કાર્યમાં અનેક વિઘ્ના આવતાં હુંઈને, જગતમાં જીવિત પરિણામી અને અનિત્ય હ।ઈને, ધર્માચરણુના વ્યમાં શ્રદ્ઘા વધારતા રહેવુ. (૧૫૩૫). જેને મૃત્યુ પકડે તેમ નથી, જે કદી દુઃખ પામે તેમ નથી તે જીવ તપ અને સંયમ ન કરે તે ભલે. (૧૫૩૬). મરણ નિશ્રિત હાઈને, ગમે ત્યારે ચાલ્યા જવાનું હોઈને લોકેા સંયમના પ્રકાશ પામીને...(૧૫૩૭). વળી દુ:ખ નિશ્ચિત હોઈને, જીવન ચંચળ હાઈને, મનુષ્યે હ ંમેશાં ધર્માચરણમાં બુદ્ધિ રાખવી.’ (૧૫૩૮).
તત્કાળ પ્રવજ્યા લેવાની તૈયારી : પરિચારકોને વિલાપ
આ પ્રમાણે તે સુવિહિત સાધુનાં વચન સાંભળીને, આયુષ્યની ચ ંચળતાથી ખિન્ન બનીને, તપશ્ચર્યા આદરવા માટે ઉત્સાહી એવાં અમે બને આન ંદિત બન્યાં. ( ૧૫૩૯ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org