________________
તરંગલાલા
મારી બેનઈએ તેમના પરિવાર સાથે મને મળવા આવેલી તેઓ પણ ઉત્તમ વાહનોમાંબેસીને મારી સાથે નગરપ્રવેશમાં જોડાઈ. (૧૨૦૩). મોટા માણસોનાં સંકટને ઉત્સવ, દોષ ને ગુણ, જવું ને આવવું, પ્રવેશ અને નિર્ગમન લોકો નાં સર્વવિદિત બનતાં હોય છે. (૧૨°૪).
સામૈયું
માંગલિક તૂર્ય, શુભ દક્ષિણ શકુન અને અનેક મંગળ નિમિત્ત સાથે અમે ઉન્નત દેવદ્વારમાં (પૂર્વધારમાં) થઈને કૌશાંબી નગરીમાં પ્રવેશ કર્યો. (૧૨૦૫). તે પછી માંગલિક શ્વેત, સુગંધી પુખેથી શણગારેલા, જોવાના કુતૂહલવાળાં નરનારીનાં ટોળાંની બંને બાજુ ભીડવાળા, બંને બાજુ ઊંચા પ્રાસાદની શ્રેણીથી મંડિત અને હાટોની એળથી શોભતા રાજમાર્ગમાં અમે પ્રવેશ્યાં. (૧ર૦૬-૧૨૧૭). જેમ કિસિત કમળવન પવનના ઝપાટે એક તરફ મુખ વાળે, તેમ લોકોનાં મુખપઘોને સમૂહ અમારા તરફ ભળેલો હતો. (૧૨૦૮). ઉસુક લોકે હાથ જોડીને પ્રેમે ઉભરાતી દષ્ટિ વડે મારા પ્રિયતમને જાણે કે ભેટી રહ્યા હતા. (૧૨૯). પ્રવાસેથી પાછા આવેલા પ્રિયતમને જોતાં લેક ધરાતા ન હતા–જેમ મેઘસંસર્ગથી મુક્ત બનેલા શરદચંદ્રના ઉદયને જોતાં ન ધરાય તેમ. (૧૨૧૦). રાજમાર્ગ પરના બ્રાહ્મણોની આશિષ તથા અન્ય લોકોની વધામણી અને હાથ જોડીને કરાતું અભિવાદન સ્વીકારવામાં મારે સ્વામી પહોંચી શકતો ન હતો. (૧૨૧૧). તે બ્રાહ્મણ, શ્રમ અને વડીલને હાથ જોડી મસ્તક નમાવીને વંદન કરતો હતો, મિત્રોને ભેટતો હતો, તો બાકીના સૌ લોકોની સાથે સંભાષણ કરતો હતે. (૧૨૧૨).
કેટલાક લોકો બોલતા હતા : શ્રેછીના ચિત્રપટ્ટમાં જે ચક્રવાક વ્યાધથી વીંધાઈને મૃત્યુ પામેલે ચીતર્યો હતો તે આ પોતે જ છે (૧ર૧૩); ને તરુણુ ચક્રવાકી ચક્રવાકની પાછળ મૃત્યુને ભેટતી ચીતરી હતી તે જ આ નગરશેઠની પુત્રી તરીકે અવતરી અને પિતાની પત્ની બની. (૧૨૧), શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બનાવેલા ચિત્રના બે પરસ્પર અનુરૂ૫ યુગલને ફરી પાછું રે કેવું સરસ જોડી આપ્યું ! (૧૨૧૫). કેટલાકે તેને લાધ્ય કહ્યો, કેટલાકે સુંદર, કેટલાકે વિનીત, કેટલાકે રો, કેટલાકે અભિજાત, કેટલાકે અનેક વિદ્યાને જાણકાર તો કેટલાકે સાચે વિદ્યાવંત-–એ પ્રમાણે રાજમાર્ગ પરના અનેક લોકોની પ્રશંસા પામતે મારો પ્રિયતમ મારી સાથે પોતાના દેવવિમાન સમા પ્રાસાદમાં આવી પહોંચે. (૧૨૧૬–૧૨૧૭). આનંદિત પરિજન ઊઠીને તેની સામે આવ્યા અને લાવેલી પૂજા સામગ્રીથી તેની પૂજા કરી; ઊંબાડિયા વડે ઓળઘોળ કરવામાં આવ્યું અને આશીર્વાદ ઉચ્ચારાયા. (૧૨૧૮). દહીં, લાજા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org