________________
તરંગલાલા
૧૫૯
મીઠું બોલીને અન્યને વિશ્વાસ ઉપજવતી સ્ત્રીનું : દર્પણમાંના પ્રતિબિંબ બની જેમ દુલ્ય હોય છે.” (૧૨ ૬૭).
- પછી તેણે મને પૂછયું. “તે મને આ વાત પહેલાં કેમ ન કરી? તો હું એને જ તેને હાથ સંપત અને તો આ કલંક તો ન ચોંટત'. (૧ર૬૮). એટલે મેં કહ્યું, “તેણે મને પોતાના જીવતરના સોગંદ દઈને કહેલું કે હું જઈને તેને ન મળે ત્યાં સુધી તારે મારું આ રહસ્ય જાળવવું. (૧૨૬૯). તેને આપેલા વચનનું પાલન કરવા અને ડરના માર્યા હું કહી ન શકી. તમને આ વાત નિવેદિત ન કરી તે અપરાધ બદલ હું તમારાં ચરણની કૃપા યાચુ છું.' (૧૨૭૦).
શેઠાણીનો વિલાપ
આ વાત સાંભળતાં શેઠાણી અપકીતિન અને તારા વિયોગના વિચારે મૂર્શિત થઈ ગઈ (૧૯૭૧) તેને એકાએક ઢળી પડેલી જોઈને ઘરના બધા માણસો ગરુડથી જતા નાગકુળની જેમ દીનભાવે ચિત્કાર કરી રડવા લાગ્યા. (૧૭). ભાનમાં આવતાં શેઠાણી અનેક પ્રકારે વિલાપ કરતી રડવા લાગી, જેથી અનેક જણને રેણું આવી ગયું. (૧૨૭૩). તે વેળા તારા સૌ ભાઈઓ, તેમની પનીઓ તથા કેટલાક પરિજનો પણ, હે સ્વામિની, તારા વિયોગે અતિ કરુણ રુદન કરવા લાગ્યા. (૧૨૭૪). પુત્રી પ્રત્યેના રહને કારણે કરુણ સદન કરતાં કરતાં કોમળ હદયવાળી તારી અમ્માએ શેઠને વીનવણી કરીને આ પ્રમાણે અભ્યર્થના કરી (૧૨૭૫), 'વિશુદ્ધ શીલવાળા અને કુળના યશમાં લુબ્ધ લોકોને પુત્રી જમીને બે અનર્થનું કારણ બને છે : પુત્રીવિયોગ અને અપયશ. (૧ર૭૬). પૂર્વે કરેલા કામના પરિણામરૂપ જે બધું વિધાન વિહિત હોય તે પ્રમાણે શુભ કે અશુભ થાય કે સૌ કોઈ સવવશ કે અવશ બને. (૧૨૭૭). શીલ અને વિનયયુક્ત મારી પુત્રીને દોષ દેવો ઘટતો નથી. કુટિલ વિધિથી જ આ સંસારમાં તે દેરાઈ છે. (૧૨૭૮). જે તેને પોતાના પૂર્વજન્મ સાંભર્યો, અને પિતાના પૂર્વજન્મના પતિની પાછળ તે ગઈ, તો તેમાં તેને કશો મોટો વાંક થયે નથી. તો મારી બચ્ચીને તમે પાછી લઈ આવે. (૧૨૭૯). એ કુમળી, પાતળી, નિર્માળ હદયની, અનેકની વહાલી મારી દીકરીને જોયા વિના હું એક પળ પણ જીવી નહીં શકે.' (૧૨૮૦). એ પ્રમાણે અત્યંત કરુણ વચનો કહેતી, પગે પડતી શેઠાણીએ શેની અનિચ્છા છતાં તેને મનાવીને ‘સારું એમ કહેવાયું (૧૨૮૧),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org