________________
તરંગલાલા તરંગવતોની શેાધ અને પ્રત્યાયન
શેઠાણીના અનુરોધથી તેણે કહ્યું, ‘તુ ધીરજ ધર, હુ તારી દીકરીને લાવી આપું છું, સાર્થવાદને ઘેર તેના કશા સમાચાર હોય તો હું મેળવું છું... (૧૨૮૨-૧૨૮૩).
‘તું શા માટે તેને બહાર લઈ ગઈ ? એ પ્રમાણે ઘરના બધા માણસોએ મને પાઠ શીખવવા રોષપૂર્વક વાગ્માણથી વીંધી. (૧૨૮૪). આપણે જે માણસો તારી શોધમાં ગયા હતા, તેઓ સૌ પાછી આવી રહી છે એવા સમાચારે છે સુંદરી, આનંદિત થઈને પાછા ફર્યા. (૧૨૮૫).” એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, સારસિકાને પૂછતાં તેણે જે રીતે બધું બન્યું હતું તે મને વિસ્તારપૂર્વક કહી બતાવ્યું. (૧૨૮૬). મેં પણ આયપુત્રની સલાહથી, ગુપ્તતા જાળવવાના હેતુથી, ( તેની વાટ જોયા વિના ) ઉતાવળે નાસી જવાને નિર્ણય લીધેલો એ ખુલાસો તેની પાસે કર્યો. (૧૨૮૭).
દંપતીને આનંદવિવેદ
પછી કેટલાક દિવસ વીતતાં, સસરાજીએ મારા પ્રિયતમને, વિદગ્ધ આચાર્યોની દેખરેખ નીચે પુરુષપાત્ર વિનાનું નાટક કૌયાર કરાવીને આપ્યું. ( ૧૨૮૮). અમે અમારા
નેહીઓ, બાંધો, પૂજા અને મિત્રોના સમૂહથી વીટળાયેલાં, ઉત્તમ મહાલયમાં વસતાં, કમળસરોવરમાં ચક્રવાક સમાં, ક્રીડા કરતાં હતાં. (૧૨૮૯). પ્રેમકેલીના પ્રસંગેથી પુષ્ટ બનેલા ઉત્કટ અનુરાગથી અમારા હૃદય બંધાયેલાં હોઈને અમે એકબીજાને એકાદ ઘડી માટે પણ છેડી શકતાં ન હતાં (૧૨૯૦). પ્રિયતમના સંગ વિતાને અલ્પ સમય પણ મને ઘણે લાંબો લાગતે; બંધે સમય અમે નિબિડ પ્રેમક્રીડામાં નિરંતર રચ્યાંપચ્યાં રહેતાં. (૧૨૯૧). સ્નાન, ભોજન શણગાર; શયન, અસન વગેરે. હૃદયાલાદક શારીરિક ભોગોમાં અમે રમમાણ રહી પછી નાટક જોતાં. (૧૨૯૨). સુગંધી અંગરાગ લગાવી, પુષ્પમાળાઓ પહેરી પરપરમાં આસક્ત એવાં અમે તદ્દન નિશ્ચિત મને સુખમાં દિવસે વિતાવતાં હતાં. (૧૨૯૩).
તુચક
એવા પ્રકારના સુખમાં, યથેષ્ટ વિષયસુખના સાગરમાં સહેલ કરતાં, અમે નિર્મળ પ્રહ, ચંદ્ર અને નક્ષત્રોથી શોભતી, અનેક ગુણયુક્ત એવી શરદઋતુ પસાર કરી. (૧૨૯૪). તે પછી જેમાં ઠંડીને ઉપદ્રવ હોય છે, વધુ ને વધુ લાંબા થતી રાત્રીઓ હોય છે, સૂરજ જલદી નાસી જતો હોય છે અને ખૂબ પવન ફૂંકાતો રહે છે તેવી શિશિર ઋતુ આવી પહોંચી, (૧૨૯૫), ચંદ્ર, ચંદનલેપ, મણિ અને મોતીના હાર તથા કંકણ, તેમ જ ક્ષેમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org