________________
તરંગલેલાં જીવતત્વ
જીવ સર્વદા વર્ણ, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ ગુણોથી રહિત અને આદિ-અંત વિનાનો હોવાનું જિન-વરનું દર્શન છે. (૧૩૨૩) તે આમા શાશ્વત છે, અનિ છે, ઈદ્રિયરહિત છે, ઈદ્રિયાર્થીથી રહિત છે, અનાદિ અને અનંત છે અને વિજ્ઞાનગુણવાળો છે. (૧૩૨૪). જે દેહથ હેઈને સુખદુઃખ અનુભવે છે, નિત્ય છે અને વિષયસુખનો જ્ઞાતા છે તેને આત્મા જાણો. (૧૩૨૫). આત્મા ઈદ્રિયગુણેથી અગ્રાહ્ય છે; ઉપયોગ, ગ, ઇચ્છા, વિતર્ક, જ્ઞાન અને ચેષ્ટાના ગુણોથી તેનું અનુમાન કરવાનું હોય છે. (૧૩ર૬). વિચાર, સંવેદન, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઈલા, મતિ અને વિતર્ક એ જીવનાં લિંગે છે. (૧૩૨૭). શરીરમાં જીવ રહેલું છે કે કેમ એનો જે વિચાર કરે છે તે જ આત્મા છે; કેમકે જીવ ન હોય તો સંશય કરનાર જ કોઈ ન હેય. (૧૩૨૮), કર્મના સામથી છવ રડે છે, હસે છે, શણગાર સજે છે, બીએ છે, વિચારે છે, ત્રસ્ત બને છે, ઉકંઠિત બને છે, ક્રીડા કરે છે. (૧૩૨૯). શરીરમાં રહેલો છવ. બુદ્ધિથી સંયુક્ત પાંચ ઇન્દ્રિયોના ગુણથી ગંધ લે છે, સાંભળે છે, જુએ છે, રસાસ્વાદ કરે છે અને સ્પર્શ અનુભવે છે. (૧૩૩૦). મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ત્રણ પ્રકારની પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાના પરિણામે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે છે. (૧૩૩૧). આસક્ત થઈને જીવ કર્મ કરે છે, અને વિરક્ત થતાં તેને ત્યજે છે–સંક્ષેપમાં આ જ જિનવરે આપેલો બંધ અને મોક્ષને ઉપદેશ છે. (૧૩૩૨). કર્મ વડે જેનું સ્વરૂપ કંકાઈ ગયું છે તેવો છવ, ગાગરમાં મંથન કરતા. રવૈયાની જેમ, વારંવાર અહીં બંધાય છે તો તહીં છોડાય છે. (૧૩૭૩). ફચિત કર્મ રાશિને તજતો, તો ફચિત તેનું ગ્રહણ કરતો અને એમ સંસારયંત્રમાં સૂતેલે છવ, રહે ની માફક બ્રમણ કર્યા કરે છે, (૧૩૩૪). શુભ કર્મના યોગે તે દેવગતિ પામે છે, મધ્યમ ગુણે મનુષ્યગતિ, મેહથી તિર્યંચગતિ અને ઝાઝા પાપકર્મથી નરકગતિ. (૧૩૩૫).
રાગદ્વેષને અનિગ્રહથી કમ ઉત્પન્ન થાય છે તેમને જિનવરે કમબંધના ઉભાવક કથા છે. (૧૩૩૬). પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિચય, ક્રોધ, માન, માયા, લોભ, મદ, ભય, અરતિ, જુગુપ્સા, મન વચન અને કાયાના અશુભ યોગ, મિયાદર્શન, પ્રમાદ, પિશુનતા, અજ્ઞાન, ઈદ્રિયોનો અભિગ્રહ–આ સૌ સંક૯પથી યુક્ત થતાં આઠ પ્રકારનાં કર્મના બંધહેતુ હોવાનું જિનવરે નિરૂપ્યું છે. (૧૩૩૭.-૧૩૩૯). જેમ શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org