________________
લા
૧૬૯
તેલને અભ્યંગ કરેલાના અંગ પર રજ ચાંટે છે તેમ રાગદ્વેષરૂપી તેલથી ખરડાયેલાને કર્યાં ચાંટે છે એમ જાણવું. ( ૧૩૪૦ ). મહાન દ્વેષાગ્નિ વડે તેને જીવવિવિધ રૂપે પરિમાવે છે—જેમ જઠરાગ્નિ પ્રત્યક્ષપણે પુરુષના ઔદારિક શરીરમાં વિવિધ પરિણામ લાવે છે......એ પ્રમાણે `શરીર યુક્ત (?) જીવને જાણવા (૧૩૪૧-૧૩૪૨ ). જ્ઞાનાવરણીય, દ નાવરણીય, વેદનીય, માહનીય, આયુષ, નામ, ગેાત્ર અને અંતરાય—એમ આઠ પ્રકારનાં ક્રર્મીના છ પરિતિ ભેદ અને ગ્રહણ, પ્રદેશ અને અનુભાગ પ્રમાણે વિભાગ થાય છે. (૧૩૪૩-૧૩૪૪) જેમ ભેયે વેરેલાં વિવિધ પ્રકારનાં બી તેના વિવિધ ગુણ અનુસાર પુષ્પ અને ફળરૂપે અનેકવિધતા પ્રાપ્ત કરે છે, તેમ યેાગથી બાંધેલુ અને અશાંત વેદનીય ગુણવાળુ એક નવું કર્મ વિવિધ પાકરૂપે અનેકતા પ્રાપ્ત કરે છે. (૧૩૪૫-૪૬ ). દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને અનુલક્ષીને કર્માંના ઉદય પાંચ પ્રકારે નિર્દેશ્યા છે. (૧૩૪૭),
સસાર
(તે ક્રમને કારણે જીવ) અપરિમિત સાંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારને કારણે ભવને ઉપદ્રવ થતાં તે જન્મ પ્રાપ્ત કરે છે; જન્મને કારણે શરીર, શરીરને કારણે ઇંદ્રિયવિશેષ, ઈંદ્રિય અને વિષયને કારણે મન, મનને કારણે વિજ્ઞાન, વિજ્ઞાનને કારણે તે સ ંવેદન અનુભવે છે અને સ ંવેદનને કારણે તે તીવ્ર શારીરિક અને માનસિક દુઃખે। પામે છે. (૧૩૪૮–૧૩૫૦). આ દુઃખ દૂર કરવા માટે સુખની ઇચ્છાવાળા તે પાપકર્મ આચરે છે અને તે પાપને કારણે જન્મમરણના રહેટમાં તે ફેંકાય છે. (૧૩૫૧). તેનાં કર્યાં તેને ઉત્તરાત્તર એકએક કરીને નરક, તિર્યં ચ, મનુષ્ય અને દેવની યાનિમાં ભમાડે છે. (૧૩૫૨). કર્મીનુસાર ચાંડાલ, મુષ્ટિક, પુલિંદ, વ્યાધ, શક, યવન, બા'ર વગેરે વિવિધ મનુષ્ય જાતિઓમાં તે જન્મે છે. (૧૩૫૩). ઇંદ્રિયા અને શરીરની તિળતા અને પૂર્ણતા, પરવશતા અં પ્રભુત્વ, સૌભાગ્ય અને દુર્ભાગ્ય, સ ંયોગ અને વિર્ગ, ઉચ્ચ કે નીચ ગાત્ર, આયુષ્ય અને ભેગાની વૃદ્ધિ કે ક્ષય, અ અને અનર્થી—જન્મને કારણે પેાતાનાં કર્મામાં ખૂપેલા તે આ પ્રકારના તથા અન્ય અનેક સુખદુ:ખ અનંત વાર પામે છે. (૧૩૫૪-૧૩૫૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org