________________
તરંગાયેલા પટકૂળ અને રેશમી વર હવે અરુચિકર બની ગયાં. (૧૨૮). શિશિર વીતતાં, વિષયસુખ માટે પ્રતિકૂળ, પતિના સંગમાં રહેલી સ્ત્રીઓને હિમરૂપી બળ ને પરાક્રમે ડરાવતી (?) હેમંત ઋતુ આવી લાગી. (૧૨૯૭). તે પછી જેમાં આમ્રવૃક્ષને જરી બેસે છે, જેમાં શીતને નાશ અને લેકોને સુખવાસ છે તે કામપ્રવૃત્તિને માસ વસંતમાસ આવ્યો. (૧૨૯૮). એ સમયે, હે ગૃહસ્વામિની, યુદ્ધમાં ભાગ ન લેવા છતાં જેમને હણવામાં આવ્યા છે (ખોડવામાં આવ્યા છે), કશે અપરાધ નહીં હતાં જેમને બાંધવામાં આવ્યા છે, તેવા દેરડાના હીંચકા ઘણું લેકોએ લટકાવ્યા. (૧૨૯૯). તે વેળા દુઃખીઓ પર અનુગ્રહ કરવા તત્પર (2) એવા સૌ લેકે વણઅપરાધે બંધનમાં રાખેલા હીંડોળા પર પ્રિયજનના સંગમાં પરિતોષપૂર્વક ઝૂલતા હતા. (૧૩૦૦).
ઉપવનવિહાર
અદ્દભુત પ્રેક્ષકવાળા પ્રમભવનમાં તથા મદન, બાણુ અને કશામવૃક્ષવાળા નંદનવનમાં દેવ સમા અમે અનુપમ ક્રીડાઓમાં રત રહેતાં હતાં. (૧૩૦૧). ઉપવનમાં તરૂલતારૂપી વનિતાને પુષ્પને શણગાર, ચંદ્રકિરણને પણ પરાભવ કરતું અતિમુક્ત લતાનું પુષ્પ વગેરે મને સુંદર અને શિષ્ટ વચનો સાથે બતાવતા મારા પ્રિયતમે મારા કેશમાં જાતજાતનાં સુગંધી કુસુમો ગૂધ્યાં. (૧૩૦૨–૧૭૦૩) ત્યાં વિહાર કરતાં અમે આ પ્રકારે એ વૃક્ષનાં વિવિધ રૂપરંગ અને આકારપ્રકાર પ્રીતિસભર અને મુદિત મને નિહાળતાં હતાં. (૧૩૦૪).
શ્રમનાં દર્શન
તે વેળા ત્યાં અમે અશોક વૃક્ષ નીચે શુદ્ધ શિલાપટ્ટ ઉપર શોકમુક્ત અને નિર્મળ ચિર બેઠેલા એક પવિત્ર શ્રમણને જોયા. (૧૩૦૫). કેશકલાપ પરનાં કુસુમો અને પગની પાદુકાઓ કાઢી નાખીને મેં તે વેળા મુખ પરનું ચૂર્ણ, પત્રલતા અને તિલક ભૂંસી કાઢળ્યાં. (૧૩૦૬). પ્રિયતમે પણ એ જ પ્રમાણે પાદુકા કાઢી નાખીને પુછપ દૂર કર્યો. કારણ કે ગુરુની પાસે ભપકાદાર વેશે જવું યોગ્ય નથી. (૧૩૦૭). તે પછી વિનયથી શરીર નમાવીને, સંયમપૂર્વક, ત્વરા સાથે છનાં આકુળ બન્યા વિના અમે અસંખ્ય રત્નોના નિધિસભા તેનાં દર્શન કરીને પતિતોષ અનુભળ્યા. (૧૩૦૮),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org