________________
તાલાલા
પિતાએ અમને કહ્યું, “ તમે પહેલાં મને આ વાત કેમ ન કરી ? તો તમને આવી બાફત ન આવતા અને આ અપવાદ ન લાગત. (૧૨૩૬). સજ્જન પોતાના પર ઉપકાર છેડે હોય તો પણ, જ્યાં સુધી તે પ્રત્યુપકાર ન કરે ત્યાં સુધી, ઋણની જેમ, કૃતજ્ઞભાવે તેને ઘણે મોટો માને છે. (૧૨૩૭). ઉપકારના ભારે ચંપાતા પુરુષો ઉપકારના વૃદ્ધિ પામતા ઋણ નીચે, પ્રત્યુપકાર કર્યા વિના કઈ રીતે ઉચ્છવાસ લઈ શકતા હશે? (૧૨૩૮). કરેલા ઉપકારનો જ્યાં સુધી પોતે બમણો બદલે ન વાળી શકે ત્યાં સુધી સજજન મંદરપર્વતના જેટલે ભારે બોજ પોતાના મસ્તક પર વહે છે. (૧૨૩૯). જેમણે તમને જીવિતદાન આપીને અમને પણ જીવિતદાન આપ્યું તે માણસને હું ન્યાલ કરી દઈશ (2)' (૧૨૪૦). એવાં અનેક વચને કહીને, હે ગૃહસ્વામિની, શ્રેણી અને સાર્થવાહે અમારાં મન મનાવી લીધાં. (૧૨૪૧).
અમારા સ્વજનો, પરિજનો તેમ જ ઇતરજને અમારા પ્રત્યાગમનથી ઘણા રાજી થયા. નગરીના લોકો તે જ વેળા અમારું કુશળ પૂછવા આવ્યા. (૧૨૪૨). કુશળ પૂછવા આવનારાઓને તેમ જ મંગળવાદક અને મંગળપાઠકોને સેનું તથા સોનાનાં આભૂષણની યથેચ્છ ભેટ આપવામાં આવી. (૧૨૪૩). કુભાષહસ્તીને પ્રસન્નતાપૂર્વક એક લાખ સોનામહાર અને મારા સૌ સ્વજનેના તરફથી એક એક આભૂષણ આપવામાં આવ્યું. (૧૨૪૪).
વિવાહેન્સવ
કેટલાક દિવસ પછી મારા કુલીન કુટુંબના વૈભવને અનુરૂપ અને નગરમાં અપૂર્વ એવો અમારો સુંદર વિવાહત્સવ ઉજવાયો. (૧૨૪૫). અમારો તે અનુપમ વિવાહ મહોત્સવ લોકોને માટે અસાધારણ દર્શનીય અને સૌની વાતને વિષય બની ગયે. (૧૨૪૬). અમારા બંને કુલીન કુટુંબ નિરંતર પ્રીતિ અને સ્નેહથી બંધાયેલાં અને પરસ્પરનાં સુખદુઃખના સમભાગી બનીને એક જ કુટુંબ જેવા બની ગયાં. (૧૨૪૭).
મારા પ્રિયતમે પાંચ અણુવ્રત તથા ગુણવ્રત લીધાં અને અમૃતરૂ૫ જિનવચનના અગાધ જળમાં તે મગ્ન બન્યો. (૧૨૪૮). મારા બધા મનોરથ પૂરા થયા હોવાથી મેં પૂર્વે કરેલા, સર્વ મનોરથ પૂરનારા એકસે આઠ આંબેલના તપનું ઉજમણું કર્યું. (૧૨૪૯).
પછી મેં દાસીને પૂછ્યું, “પ્રિયતમની સાથે જ્યારે હું ચાલી ગઈ તે વેળા અમારા ઘરમાં અને તારા સંબંધમાં શું શું બન્યું હતું ?” (૧૨૫૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org