________________
ચાર૫લી
વિકસેલી સૂર્યવલ્લીથી અમને બંનેને બાંધીને તેઓ જલદ વિષ કરતાં પણ ચડી જાય તેવી, ચેરાને સુખદાયક એવી પલ્લીમાં લઈ ગયા. (૯૪૨). તે પહાડના કામમાં આવેલી હતી, રમણીય અને દુર્ગમ હતી, તેની આસપાસને પ્રદેશ નિજ ન હતો, પણ અંદર જળભંડાર હો અને શત્રુસેના માટે તે અગમ્ય હતી. (૯૪૩). તેના દ્વારા પ્રદેશમાંથી સતત અનેક લોકો આવજા કરતા હતા અને ત્યાં તલવાર, શક્તિ, ઢાલ, બાણ, કનક, ભાલા વગેરે વિવિધ આયુધધારી ચોરાની એકી હતી. (૯૪૪). ત્યાં મલાટી, પટલ, ડુક્ક, મુકુંદ, શંખ અને પિરિલીના નાદે ગૂંજતા હતા. મોટેથી થતાં ગાનતાન, હસાહસ, બૂમબરાડાને ચોતરફ કોલાહલ હતો. (૯૪૫). તેમાં પ્રવેશ કરતાં અમે પ્રાણીઓના બલિદાનથી તુષ્ટ થતી દેવીનું સ્થાનક જોયું. દેવળ સુધી જવા માટે પગથિયાં બનાવેલાં હતાં. અને તેના પર અનેક ધજાપતાકા ફરકતી હતી. (૯૪૬).
કાત્યાયની દેવીના સ્થાનકને નમસ્કાર કરી તેની પ્રદક્ષિણા કરીને અમે ત્યાં રહેલા તથા બહારથી પાછા ફરેલા ચોરને જોયા. (૯૪૭) સૌને પિતાનું કામ પતાવીને અક્ષત શરીરે લાભ મેળવીને પાછા ફરેલા જોઈને ત્યાં રહેલા ચોરોએ તેમની સાથે વાત કરી અને પલીમાં લવાયેલાં અને લતાના બંધને બાંધેલાં એવાં અમને બંનેને તે ચોરે વિસ્મિત હૃદયે અને અનિમિષ ને જોઈ રહ્યા (૯૪૮-૯૪૯). તો કેટલાક કહેવા લાગ્યા, “નરનારીના રૂ૫ના ઉત્તમ સાર વડે આ ડું શોભે છે. લાગે છે કે વિધાતાએ સહેજ પણ માનસિક થાક અનુભવ્યા વિના આમને ઘડયાં છે. (૯૫૦). ચંદ્રથી જેમ રાત્રી શોભે અને રાત્રીથી શરદચંદ્ર શોભે તેમ આ તરુણ અને તરુણ એકબીજાથી શોભે છે.” (૫૧). તે પહલીમાં એક તરફ લેકે આનંદપ્રમોદ કરતા હતા, તો બીજી તરફ બાંધીને બંદી કરેલા લોકોને કરુણ સ્વર ઊઠતો હતો. એ રીતે ત્યાં દેવલોક અને જમલેક ઉભયનાં દર્શન થતાં હતાં. (૯૫૨). પહલીવાસીઓના વિવિધ પ્રતિભાવ
અનન્ય રૂપ, લાવણ્ય અને યૌવનવાળું, દેવતાયુગલ જેવું તરણુતરુણનું યુગલ સુભા પકડી લાવ્યા છે એવું સાંભળીને કૌતુકથી બાળક, બુદ્દાઓ ને સ્ત્રીઓ સહિત લોકસમુદાયથી પલ્લીને માર્ગ ભરાવા લાગ્યો. (૯૫૩–૯૫૪). એ પ્રમાણે અમને કરુણ દશામાં લઈ જવાતાં જોઈને સ્ત્રીએ શેક કરવા લાગી અને બંદિનીએ અમને પોતાનાં સંતાન જેવાં ગણીને રડવા લાગી. (૫૫). એક સ્થળે, તરુણેનાં મન અને નયન ચેરનારી ચાસણી મારા પ્રિયતમને જોઈને હાસ્યથી પુલકિત થતા શરીરે કહેવા લાગી (૯૫૬) : આકાશમાંથી નીચે ઊતરેલા ચંદ્ર જેવા, આ યુવાન બંદીને રોહિણી સમી તેની પત્ની સાથે રાખે. (૯૫૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org