________________
તાલાલા
હાથીનું સ્ન'ન, વ્યાધ વડે થયેલો ચક્રવાકનો વધ, કઈ રીતે અનુકરણ કર્યું, કઈ રીતે હું મનુષ્યભાવ પામીને વન્સનગરીમાં જન્મી, કઈ રીતે ચિત્ર દ્વારા અમે એકમેકની ઓળખ મેળવી, કઈ રીતે મારું માથું નાખ્યા છતાં મને ન દીધી, કઈ રીતે મેં મારી ચેટી સારસિકાને મારા પ્રિયતમને ઘરે એકલી, કઈ રીતે અમે નાવમાં નાસી ગયાં અને કઈ રીતે ભાગીરથીના પુલિન પર એ ચોરોએ અમને પકડયાં-એ બધું જ મેં રડતાં રડતાં તે બંદિનીઓને કહી સંભળાવ્યું. (૧૦૩ ૬-૧૦૩૯).
અનુકંપ પ્રગટતાં ચેરનું બંધનમુક્ત કરવા વચન
મારી એ કથની સાંભળીને પેલો ચેર પડાળીમાંથી બહાર આવ્યો અને અનુકંપાથી તેણે મારા પ્રિયતમના બંધન તે સરખો શ્વાસ લઈ શકે તેટલાં ઢીલાં કર્યાં. (૧૦૦).
પછી તેણે પિલી બંદિનીને ધુકારી-ધમકાવી, જેથી મેઘગજ નાથી ભયભીત બનેલી હરણીઓની જેમ તેઓ ત્યાંથી પલાયન કરી ગઈ. (૧૦૪૧).
તેઓ ગઈ એટલે તે ચોરે ધીમે સ્વરે મારા પ્રિયતમને કહ્યું, “તું ડરીશ નહીં, હું તને મોતમાંથી બચાવીશ. (૧૦૪૨). મારી સર્વ શક્તિથી, સર ઉપાય અજમાવીને, મારે પ્રાણત્યાગ કરીને પણ હું તમારું પ્રાગુરાણ કરીશ. તે માટે હું પ્રાણ આપવા પડશે તો પણ આપીશ”. (૧૦૪૩). તેના મોંમાંથી નીકળેલું એવું વચન સાંભળીને અમારો મરણનો સંત્રાસ નષ્ટ થઈ ગયો, અને અમને એકદમ શાતા થઈ. (૧૦૪૪). અમારું જીવિત કુશળ રહો એ ભાવ સાથે અમે જિનવરને વંદન કરીને, લીધેલા પ્રત્યાખ્યાનનું પારણું કર્યું. (૧૯૪૫)-તે વેળા પાંદડાંની પતરાવળીમાં માંસ લઈને, “આ તમારે માટેનું જમવાનું છે, તે ખાઓ; આપણે ઘણે દૂર જવાનું છે' એમ તે ચેર કહેવા લાગ્યો. (૧૦૪૬). “અમને એ ખપતું નથી' એમ કહીને અમે તે લીવું નહીં, પણ ખોબે ઊંચો કરીને અમે તે વેળા પાણી પીધું. (૧૦૭).
નિશાનું આગમન
તેટલામાં રાજ્યભ્રષ્ટ રાજાની જેમ જેના પ્રતાપ નષ્ટ થયો છે તેવો સૂર્યા ગગન પાર કરીને......(૧૦૪૮). દિવસ આથમતાં, વૃક્ષોનાં પાન સંકોચાયાં; તેમના માળામાં અનેક પક્ષીઓ પાછાં ફરીને કલરવ કરવા લાગ્યા(?) (૧૦૪૯). હે ગૃહસ્વામિની, મરણુભયે ધ્રુજતાં એવાં અમારો એ અતિશય લાંબો દિવસ રડતાં રડતાં એ રીતે વી. (૧૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org