________________
તરંગવાલા આર્યપુત્રે પણ તેને ઓળખ્યો, અને ગાઢ આલિંગન દઈને તેને પૂછયું, “અરે, તારે અહી કેમ આવવાનું થયું તે મને જલદી કહે (૧૧૨ ). સાર્થવાહ, માતા અને સેવકો સૌ કુશળ તો છે ને?' એટલે એક ઘડી..... તે બાજુમાં ભય પર બેસી, પિતાના જમણા હાથમાં મારા પ્રિયતમના ડાબા હાથની આંગળી પકડીને કહેવા લાગ્યો (૧૧૨૫ ૧૧૨૬), કન્યા નાસી ગઈ એમ જયારે શ્રેણીના ઘરમાં નિર્મળ પ્રભાતકાળે જાણ થઈ, ત્યારે દાસીએ અમને તમારે પૂર્વ સંબંધ જણાવ્યું. રાત્રીને નીકળીને છૂપીથી તમારું પ્રયાણ વગેરે તે દાસીએ તમારા સંબંધીઓને જે પ્રમાણે પિતે જોયું હતું તે પ્રમાણે બધું જ કહ્યું. (૧૧૨૭–૧૧૨૮). પ્રભાતસમયે શ્રેષ્ઠીએ સાર્થવાહને ઘરે જઈને કહ્યું, “સાર્થવાહ, મેં ગઈ કાલે તારું મન કડવું કર્યું તે માટે મને ક્ષમા કર. (૧૨૯). મારા જમાઈની શેધ કરે. તે ડર ન રાખે અને જલદી પાછો આવે. તમારે પુત્ર પરદેશમાં અને રઘરે રહીને શું કરશે ?' (૧૧૩૦). વળી તમારા પૂર્વજન્મને જે વૃત્તાંત દાસીએ જે પ્રમાણે જણાવ્યું હતા તે બધો શ્રેષ્ઠીએ કમશઃ સાર્થવાહને કWો. (૧૧૩૧). તારી વત્સલ માતા તારા વિવેગમાં શકાગે ન કરતી આસપાસનાને પણ રડાવી રહી. (૧૧૩ર'. તેટલામાં તો સાર્થવાહના પુત્રને અને શ્રેણીની પુત્રીને તેના પૂર્વ જન્મનું સ્મરણ થયું છે એવી કર્ણોપકર્ણ પ્રસરેલી વાતથી આખી સગરી ભરાઈ ગઈ (૧૧૩૩). તે પછી શ્રેષ્ઠી અને સાર્થવાહે તમને ખેળવા માટે સે કો દેશ, નગર, ખાણ વગેરે સ્થળોએ તરફ માણસે મોકલ્યા. (૧૧૩૪). મને પણ ગઈ કાલે તમારી શોધમાં પ્રણાશક મોકલ્યો. આજે હું ત્યાં આવી પહોંચે, પણ ત્યાં તમારા કયા સમાચાર મળ્યા નહીં. (૧૧૩૫). એટલે મેં વિચાર કર્યો કે પૈસે ઘસાઈ ગયેલા, અત્યંત પીડિત પતિત, અપરાધી અને કપટવિદ્યા વાળા લકે સીમાવત ગામમાં આશરો લઈને રહેતા હોય છે. (૧૧૩૬). આથી ત્યાં સર્વત્ર પૂછપરછ કરીને તપાસને માટે હું અહી આવ્યો. મારા પર દેવની કૃપા થઈ જેથી કરીને મારો શ્રમ સરળ થયો. (૧૧૩૭). સાર્થવાહે અને શ્રેષ્ઠી બે પિતાને હાથે લખેલા આ પત્ર તારે માટે આપ્યાં છે. એ પ્રમાણે કહીને તેણે પ્રભુમપુર્વક તે પત્રો ધર્યા. (૧૧૩૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org