________________
તરંગલા વડીલને સંદેશ : ભેજનવ્યવસ્થા
એટલે આર્યપુત્રે પ્રણામ કરીને તે પત્રો લીધા. તે ઉઘાડીને તેમાંના સંદેશ અને આદેશ તેણે ધીરે ધીરે, કશાંક રહસ્યવચન હોય તો તેમને ગુપ્ત રાખવા, મનમાં વાંચ્યા. (૧૧૩૯-૧૧૪૦). તે પછી તેમનું અર્થગ્રહણ કરીને આર્યપુત્રે મને સંભળાવવા તે પત્રો મોટેથી વાંચ્યા. (૧૧૪૧). બંને પત્રમાં લખેલો રે પવયન વગરનો, પ્રસન્નતા અને વિશ્વાસ સૂચવતે, પાછા આવી જાઓએમ શપથ સાથે કહે તો સંદેશ મેં સાંભળ્યો. (૧૧૪૨). એ સાંભળીને મારી શેક તુરત જ અદશ્ય થયે, અને સંતોષથી પ્રગટેલા હાસ્ય મારું હૃદય ભરી દીધું. (૧૧૪૩). તે વેળા, મારા પ્રિયતમના બાહુને તસતસતાં બંધનેથી અતિશય પીડા પામેલા, ઘણા વિકૃત બની ગયેલા અને સુજી ગયેલા–એવી દશામાં જઈને તે કુબાલહસ્તી બોલ્યો. (૧૧૪૪), સાચી વાત કહ, ગજવરની સુંઢ સમા અને શત્રુને નાશ કરવાને સમર્થ આ તારા બાહુઓ કેમ કરતાં વિકૃત, સૂજેલા અને ઘોડાંવાળા થઈ ગયા છે ?' (૧૧૪૫) એટલે અમે બંનેએ જે ભારે સંકટ ભોગવ્યું, જે મરણની ઘાંટી આવી અને જે કાંઈ કર્યું તે બધું યથાતથ તેને કહ્યું. (૧૧૪૬). એ સાંભળીને કુમવહરતીએ તે ગામના આદરણીય બ્રાહ્મણ કુટુંબમાં અમારે માટે ભોજનની વ્યવસ્થા કરાવવા માંડી. (૧૧૪૭). ઊંચા સ્થાન પર રહેલા બ્રાહ્મણવાડામાં થઈને અમે તે બ્રાહ્મગુના ઘરમાં પ્રવેશ કર્યો. છતમાંથી લટકાવેલા કળશના ગળામાંથી ત્યાં જળબિંદુ ટપકતાં હતાં. (૧૧૪૮). પગ જોઈને અમે ગૌશાળાની નિકટમાં બેઠાં હાથ જોવા માટે અમને શુદ્ધ જળ આપ્યું. (૧૧૪૯). રસોઈ તૈયાર હેઈને અમને સુપવ, સરસ, સ્નિગ્ધ અન્નથી તૃપ્ત કરવામાં આવ્યાં. હે ગૃહસ્વામિની, અમૃત સમે અત્યંત રુચિકર આહાર ત્યાં અમે લીધે. (૧૧૦). તે પછી હાથમે જોઈ, અછઠાં વાસણ ખસેડી લઈ, પગે પડેલા ઊઝરડા પર ઘી ચોપડી, તે કુટુંબના કાને નમસ્કાર કરીને અમે ત્યાંથી ની કન્યા (૧૧૫૧),
પ્રણાશકનગરમાં વિશ્રાંતિ
પછી અતિશય થાકેલાં અમે બંને છેડા પર સવાર થયાં. કુમાવહ તી અને તેના સુભટપરિવાથી વીટળાઈને અમે તે પ્રદેશના, આભૂષણરૂપ. લક્ષ્મીના નિવાસસમાં. સમસ્ત ગુણવાળા, શેકવિનાશક પ્રશિક નામના નગરમાં પહોંચ્યાં. (૧૧૫૨–૧૧૫૩). ત્યાં ગંગાની સખી સમી, - કાંથા કાતરાને લીધે વિષમ કાંઠાવાળી, જળભરપૂર તમસા નદી અમે નૌકામાં બેસીને પાર કરી. ( ૧૧૫૪). ગંગા અને તમસાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org