________________
સાલા
ઋદ્ધિ, સમૃદ્ધિ અને ગુણો વડે અનેક લે કોની ચાહના મેળવતાં અમે અનેક બજારથી સમૃદ્ધ વીથ એવાળા પ્રણાશક ગામમાંથી પ્રયાણ કર્યું : નરાંતે અને અમારી અનુકૂળતા પ્રમાણે રાજમાર્ગ પર થઈને જતા અમને હજારો લોકો દૂર દૂર સુધી જોઈ રહ્યા હતા. (૧૧૭૧–૧૧૭૨). મિત્રના ઘરના માણસે સ્નેહને લીધે અમને વળાવવા આવ્યા હતા. એ રીતે બીજાઓને માટે દુર્લભ એવા દબદબાથી અમે ગામની બહાર નીકળ્યાં. (૧૧૭૨). આર્યપુત્રના કહેવાથી સારથિએ વાહન ઉભું રાખ્યું, પ્રિયતમ પણ તેમાં ચઢી બેઠો અને વહન પાછું ઊપડ્યું. (૧૧૭૪). સુગંધી, મન હરી લેતાં ઊંચી ઊંચી ડાંગરનાં ખેતરો ને ભથવારીઓ મારા જેવામાં આવી. ચાતરાએ અને પરબે જોતાં જોતાં અમે જતાં હતાં.(૧૧૭૫).
વાસાલિયા ગામમાં આગમન
.....અતિક્રમીને અમે ધીરે ધીરે વાસા લય ગામ પહોંચ્યાં. (૧૧૭૬). ત્યાં અમે એક રમણીય, પ્રચંડ વટવૃક્ષ જોયું : ' તૃન શાખાઓ અને પર્ણધટાવાળું, મેરુપર્વતના શિખર સમું, ક્ષાગણોનું રહેઠાણ અને પ્રવાસીઓ માટે વિસ્મયકારક. તેની પડોશમાં રહેનારાએ અમને આ પ્રમાણે વાત કરી (૧૭૭-૧૧૭૮) : “ કહેવાય છે કે નિગ્રંથ ધર્મતીર્થના ઉપદેશક, શીલ અને સંવરથી સજજ વર્ધમાનજ તે તેમની આધસ્થ અવસ્થામાં અહીં વાસો રહ્યા હતા, (૧૧૭૯). મહાવીર અહી વર્ષાકાજમાં વાસો રહેલા તેથી અહીં આ “વાસાલિય” નામનું ગામ વસ્યું. (૧૧૮૦). દેવ, મનુષ્ય, યક્ષ, રાસ, ગાંધર્મ અને વિદ્યાધરએ જેને વંદ કર્યો છે તેવું આ વટવૃક્ષ જિનવરની ભક્તિને લીધે પૂજનીય બન્યું છે.” (૧૧૮૧).
તેની આ વાત સાંભળીને અમે બન્ને વાહનમાંથી ઊતર્યા. અત્યંત સહર્ષ અને ઉત્સુક મને, રોમાંચ અનુભવનાં, ને વડને પ્રત્યક્ષ જિનવર સમો ગણીને ઉત્તમ ભક્તિપૂર્વક મસ્તક નમાવીને અમે તેના મૂળ પાસે દંડવત પ્રણામ કર્યા. (૧૧૮૨-૧૧૮૩). હાથ જોડીને હું બેલી, “હે તરુવર, તું ધન્ય છે, કૃતાર્થ છે કે તારી છાયામાં મહાવીર જિન રહ્યા હતા.” (૧૧૮૪). વડની પૂજા અને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને અમે પુષ્ટિ અને તુષ્ટિ ધરતાં વાહનમાં બેઠાં. (૧૧૮૫). વર્ધમાન જિનની એ નિશીહિયા (= અભ્યાવધિ વાસસ્થાન)નાં દર્શન અને વંદન કરીને હર્ષ અને સંવેગ ધરતી હું મારી જાતને કૃતાર્થ માનવા લાગી. (૧૧૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org